પબ્લિક હૈ સબ જાનતી હૈ: ગુજરાતના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોએ ઉઘાડી પોલ, આપે કર્યા આકરા પ્રહાર

સોમવાર, 5 એપ્રિલ 2021 (11:52 IST)
"ત્રણેય કૃષિ કાળા કાનૂન સવિનય ભંગની લડાઈમાં સમગ્ર ગુજરાતનાં ખેડૂતો, દૂધ ઉત્પાદકો, ખેતમજૂરો ભારતના ખેડૂતોની પડખે પુરા જુસ્સાથી આપની જોડે છે "
 
1."28 લાખ દૂધ ઉત્પાદકો ને દૂધના 2 થી લઈ 4 ફેટ ઓછું બતાડતું મશીન બનાવી તથા પશુ આહાર બનાવટ માંટે ખરીદવામાં આવતા "કાચા માલ " નિમ્ન ગુણવત્તાનો ખરીદી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી કરાવી રાજ્યના બિન ખેડૂત ચીફ મીનિસ્ટર છુપ્પી રીતે "ગૌ ના લોહી" માંથી બનતા પવિત્ર દૂધ વળતર ગરીબ દૂધ ઉત્પાદકો ના બાળકોના મોંઢાનો  કોળિયો છીનવી રહ્યા છે.
 
ગૌ નું દૂધ તેના સાંસ્કૃતિક ગુણવત્તાને આધારે ઉચ્ચ ભાવથી ખરીદવામાં આવે તેવી માંગ છે ત્યારે ગાયના દૂધનો ભાવ માત્ર 17 rs લીટર પણ ચૂકવાય છે જે પીવાના પાણી ની બોટલ ના ભાવ 20 Rs કરતા પણ ઓછું છે.
 
દાણના રો મટેરીઅલમાં સડેલી મકાઈ /ઘઉંમાંથી બનાવવામાં આવતા દાણથી આણંદ જિલ્લાની 150 ગાયોના મોત થયાં તેનું વળતર ચુકવણું કરવાનું તપાસ એજન્સી દ્વારા ઠેરાવ્યું હોવા છતાં આજે 1 વર્ષ થયું ત્યાં સુધી એક ફદયું ચૂકવાયું નથી.
 
દૂધ અને દૂધ ની બનાવટો જેમ કે ચીઝ /બટર /Icecream ઉપર 18% સુધી નો આકરો GST નાંખી સરકાર અરબો રૂપિયા નો દૂધ ઉત્પાદકોનો નફો છીનવી લઈ જાય છે હવે સરકાર મંદિરોની જેમ સહકારી સંસ્થાઓમાં પોતાના પક્ષના ઉમેદવારોને "કઠપૂતળી "બનાવી શાસન કરાવી અરબો રૂપિયાનો આર્થિક વહીવટ હસ્ત ગત કરી રહી છે.
 
ચેડાર ચીઝની ફોર્મ્યુલા ચેન્નાઇની એક કંપની ને વેચી માંરી અમુલ પેટર્નના બદલામાં 450 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનારને સરકારે લાલ જાજમ પાથરી ચેન્નાઇ મોકલી આપવા માંટે પ્રશાસક પાસેથી 10 કરોડ રૂપિયાની બ્લેક મેલ આવાક મેળવી છે અને એક નેતાને જબરજસ્તી સામ /દામ /દંડ કરીપોતાના પક્ષ માં લઇ ગયા છે જે જયશ્રી કૃષ્ણ ના નામ મોં માં ને બીજી બાજુ ભ્રષ્ટાચારી દાણ કૌભાંડ કરી 150 થી વધુ ગાયોના કતલ કરી ભગવાન કૃષ્ણની અતિ પ્રિય ગાયોના કતલ બદલે પાપનું ભાથું બાંધી રહ્યા છે જે તીરષ્કારને પાત્ર છે.
 
દૂધ ના ફેટ મશીનો માં રીતસર ની ગરબડી કરી દૂધ ઉત્પાદકો ને રાતા પાણી યે રડાવી ડુપ્લીકેટ દૂધ, ડુપ્લીકેટ ઘી, બનાવવા ના ગોરખ ધંધા પુસ્કળ પ્રમાણ માં ચાલી રહ્યા છે જે આજે ન રોકયુ તો હિન્દુસ્તાન ના ખેડૂતો ની એક માત્ર  મિલકત અમુલ લૂંટાઈ જશે.
 ખરેખર સહકારી માળખા દ્વારા ઉત્પાદિત  ચીજવસ્તુઓ ઉપર સરકારે 0% GST લગાડવું જોઇએ.
 
2. તમાકુ કે જેની "ઇન્ટરનેશનલ" માંગ છે એક બાજુ સરકાર "ગંતુર"માં સિગરેટ તમાકુ નું બોર્ડ બનાવી કરોડો રૂપિયાની આવક GST ના નામે કમાય છે ત્યારે ચરોત્તર-ગુજરાતના ખેડૂતોની તમાકુને નાર્કોટિક્સ "અફીણ"ની  કેટેગરીમાં મૂકી જયારે તમાકુ મેડિકલ ક્ષેત્રે પણ અતિ દુર્લભ ગુણ ધરાવે છે તથા તેમાંથી મેડિકટેડ તેલનું ઉત્પાદન પણ શક્ય છે ત્યારે એગ્રિકલચર ડીપાર્ટમેન્ટમાં તે બાબતે ચાલતા રિસર્ચ સુદ્ધા બંધ કરી દેવાયા છે.
 
આ ખેતી "બિન અવેજી" માં છીનવી લઇ કરોડો લોકોની રોજી રોટી છીનવી લેવા બાબતનો ખૂબ વિરોધ ખેડૂતોમાં છે.
 તમાકુની ખેતી ઉપર 28% GST લગાવી 70 હજાર કરોડ ની આવક ઉભી કરે છે અને બીજી બાજુ તમાકુની આવક છીનવી લેવાની ધાક ધમકીઓ આપી વ્યાપારીઓ પાસેથી સારી એવી રકમ છુપ્પા એજેન્ટ મૂકી બ્લેક મેલ પદ્દ્ધતિ થી ઉઘરાવી લે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર