બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

ગુરુવાર, 28 નવેમ્બર 2024 (10:16 IST)
Demand for ban on ISKCON in Bangladesh- બાંગ્લાદેશના ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલને દેશમાં ઇસ્કૉન (ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર કૃષ્ણા કૉન્સિયસનેસ) પર પ્રતિબંધ લાદવાની માગ કરે છે. વિદ્યાર્થી આંદોલનના સંયોજક હસનત અબ્દુલ્લાહએ ઇસ્કૉનને 'ટેરરિસ્ટ ગ્રૂપ' ગણાવ્યું અને તેમની પર પ્રતિબંધની માગ કરી.
 
ઢાકા ટ્રિબ્યુન અનુસર બુધવારના ઇસ્કૉન પર પ્રતિબંધ લગાવવા અને વકીલની હત્યાના મામલે જવાબદાર લોકો પર કેસ ચલાવવાની માગને લઈને એક કાનૂની નોટિસ જાહેર કરવામાં આવી છે.
 
સમાચાર અનુસાર 10 વકીલો તરફથી આ નોટિસ ગૃહ મંત્રાલય, કાનૂન અને ન્યાય મંત્રાલય અને ઇન્સપેક્ટર જનરલ ઑફ પોલીસને મોકલવામાં આવી છે.
 
તેમાં ઇસ્કૉન પર રેડિકલ ગ્રૂપ હોવાનો આરોપ લગાવતા તેમના પર સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યા છે.

ALSO READ: Coldwave in Gujarat- બે ધાબળા ઓઢવાનો આવી ગયો છે સમય, નલિયા શહેર શિમલા કરતાં ઠંડું રહ્યું હતું
અબ્દુલ્લાહે કહ્યું કે, "અમારા દેશમાં બધા ધર્મો સદ્ભાવ સાથે રહે છે. અમે બધાના અધિકારીની સુરક્ષાનું કામ કરીશું. પરંતુ ધર્મના બહાને સક્રિય ચરમપંથી સંગઠનોને બાંગ્લાદેશમાં એક ઇન્ચ પણ જગ્યા નહીં મળે. સેફુલની બર્બર હત્યા કરવામાં આવી હતી. આ ઇસ્કૉનને એક ટેરરિસ્ટ ગ્રૂપ તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે."

ALSO READ: ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ
બાંગ્લાદેશના ચટગાંવમાં ઇસ્કૉન મંદિર સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જેલ મોકલવામાં આવ્યા બાદ માહોલ તણાવપૂર્ણ છે.
 
ચિન્મય કૃષ્ણ દાસને જેલ મોકલવા ઉપરાંત 32 વર્ષના વકીસ સેફુલ ઇસ્લામની મંગળવારના ચટગાંવ કોર્ટ પરિસરમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદથી વિસ્તારમાં તણાવ છે.

ALSO READ: ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના કેન્દ્રમાં મોટો અકસ્માત, બે મહિલા અધિકારીઓ ડૂબી ગયા; એકનું મૃત્યુ
ચિન્મય કૃષ્ણ દાસને જેલ મોકલવા પર ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી અને આને બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી પર થઈ રહેલા અતિવાદી હુમલા સાથે જોડ્યા હતા.
 
તેના જવાબમાં બાંગ્લાદેશે કહ્યું કે ભારત તેના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર