એચડીએફસી બેંક કોવિડ-19માં રાહત પૂરી પાડવા માટે તબીબી આંતરમાળખું સ્થાપશે

Webdunia
મંગળવાર, 1 જૂન 2021 (17:50 IST)
એચડીએફસી બેંક 120 કરોડ રૂપિયા ખર્ચી તબીબી આંતરમાળખું સ્થાપશે, 1.5 લાખ પુરૂ પાડશે રાશન
 
એચડીએફસી બેંકે તેની પરિવર્તન પહેલ હેઠળ આજે કોવિડ-19 રોગચાળા સામે લડત આપવામાં મદદરૂપ થવા સમગ્ર દેશમાં તબીબી આંતરમાળખું સ્થાપવા અને તેને ઉન્નત બનાવવા અનેકવિધ ઉપાયોની જાહેરાત કરી હતી. આ ઉપાયોમાં સમગ્ર ભારતની હોસ્પિટલોમાં તબીબી પુરવઠો પૂરો પાડવાની સાથે-સાથે ઑક્સિજનના પ્લાન્ટ, તબીબી ઉપકરણો અને આઇસીયુની સુવિધા જેવું સ્થાયી તબીબી આંતરમાળખું સ્થાપવાનો સમાવેશ થાય છે.
 
બેંકે કોવિડ-19ની રાહત પહેલ માટે નાણાકીય વર્ષ 2021-22માં પરિવર્તન હેઠળ રૂ. 100 કરોડની પ્રારંભિક રકમ પૂરી પાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. નાણાકીય વર્ષ 2020-21માં બેંકે પરિવર્તનના ભાગરૂપે કોવિડ-19ના રાહતકાર્યો માટે રૂ. 120 કરોડનું યોગદાન આપ્યું હતું.
 
ભારતમાં તબીબી આંતરમાળખાંને સુધારવામાં મદદરૂપ થવા બેંક અહીં નીચે જણાવેલ કામગીરીઓ પણ કરશેઃ
ભારતમાં આવેલી વિવિધ હોસ્પિટલોમાં ઑક્સિજનના 20 પ્લાન્ટ સ્થાપવા
100-બેડની ત્રણ કોવિડ કૅર ફેસિલિટી સ્થાપવી
બે આઇસોલેશન સેન્ટર ઊભા કરવા
દેશમાં 200થી વધુ હોસ્પિટલોને તબીબી ઉપકરણો અને પુરવઠો પૂરો પાડવો
ઑક્સિજન પ્લાન્ટ અને કોવિડ કૅર મેડિકલ ફેસિલિટી સ્થાપવા માટે બેંક ભારતમાં હોસ્પિટલોને ઓળખી કાઢવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે ભેગા મળીને કામ કરશે.
 
આથી વિશેષ, બેંક આ રોગચાળાથી પ્રભાવિત થયેલા વિદ્યાર્થીઓને ECSS (એજ્યુકેશન ક્રાઇસિસ સ્કોલરશિપ સ્કીમ) હેઠળ સ્કોલરશિપ પૂરી પાડવાનું અને ગામડાંઓમાં 1.5 લાખ જેટલા લોકોને માસિક રેશન પૂરું પાડવાની પણ યોજના બનાવી રહી છે.
 
એચડીએફસી બેંકના સીએસઆર, બિઝનેસ ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજી, એડમિનિસ્ટ્રેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રૂપ હેડ આશિમા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંકનું માનવું છે કે, આ રોગચાળા સામે લડત આપવા માટે સમાજ અને સંગઠનોએ એકસાથે આગળ આવવાની જરૂર છે. અમારા પ્રયાસો સમાજ પ્રત્યેની અમારી કટિબદ્ધતાને પૂરી કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક નાનકડું ડગલું છે. 
 
અમે પરિવર્તન હેઠળ લાંબાગાળાનું સ્થાયી આંતરમાળખું રચવામાં માનીએ છીએ અને કોવિડ-19 સામેની લડતમાં મદદરૂપ થવા માટે રેખાંકિત કરવામાં આવેલ પહેલ અમારા આ સ્વભાવમાંથી ઉદ્ભવેલ છે. અમે ઑક્સિજનના પ્લાન્ટ, તબીબી ઉપકરણો અને કોવિડ કૅર ફેસિલિટીઝ જેવું આવશ્યક તબીબી આંતરમાળખું રચવા માટે અમારા એનજીઓ પાર્ટનર્સ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે ભેગા મળીને કામ કરી રહ્યાં છે. 
 
આથી આગળ વધી અમે શિક્ષણ અને આજીવિકા જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગીએ છીએ, ખાસ કરીને કોવિડ-19થી પ્રભાવિત થયેલા પરિવારો પર અને વધુને વધુને આ પ્રકારની લાંબાગાળાની સ્થાયી પહેલ પર કામ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.’

સંબંધિત સમાચાર

Next Article