એચડીએફસી બેંક એ ભારતીય નાણાકીય સેક્ટરની સૌથી શ્રેષ્ઠ સંસ્થા: એશિયામની પૉલ

શુક્રવાર, 6 નવેમ્બર 2020 (09:08 IST)
એચડીએફસી બેંક લિ.ને સુપ્રસિદ્ધ પ્રકાશન એશિયામની દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનમાં ભારતના‘ફાઇનાન્શિયલ સેક્ટરની સૌથી ઉત્કૃષ્ટ કંપની’ જાહેર કરવામાં આવી છે. 824થી વધુ ફંડ મેનેજરો, બાય-સાઇડ એનાલીસ્ટ, બેંકરો અને રીસર્ચ એનાલીસ્ટોએ એશિયાના 12 માર્કેટમાં મતદાન કર્યું હતું. 
 
જાહેર રીતે લિસ્ટ થયેલી કંપનીઓને 4,000થી વધુ મત પ્રાપ્ત થયાં હતાં. એશિયામનીએ મતદાનમાં ભાગ લેનારાઓને નાણાકીય, મેનેજમેન્ટ ટીમ, આઇઆર પ્રવૃત્તિઓ અને સીએસઆર પહેલ જેવા ક્ષેત્રોમાં કંપનીના એકંદર કાર્યદેખાવને ધ્યાન પર લેવા માટે જણાવ્યું હતું. 
 
એશિયાના આઉટ સ્ટેન્ડિંગ કંપનીઝ પૉલ તરીકે જાણીતા આ પૉલનો ઉદ્દેશ્ય દેશવાર અને સેક્ટરવાર એમ બે કેટેગરીમાં લિસ્ટેડ થયેલી કંપનીઓને ઓળખ પ્રદાન કરવાનો અને માન્યતા આપવાનો છે. એચડીએફસી બેંકે સતત બીજા વર્ષે આ સન્માન પ્રાપ્ત કર્યું છે.
 
તેમાં આવરી લેવામાં આવેલા 12 માર્કેટ ચીન, હોંગ કોંગ, ભારત, ઇન્ડોનેશિયા, કોરીયા, મલેશિયા, પાકિસ્તાન, ફિલિપિન્સ, સિંગાપુર, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેટનામના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર