કોવિડ-19 રોગચાળા દ્વારા સર્જવામાં આવેલી કોઈ પણ પ્રકારની કટોકટીની કે સંકટની પરિસ્થિતિને પહોંચી વળવાના તથા તેનાથી પ્રભાવિત લોકોને રાહત પૂરી પાડવાના પ્રાથમિક ઉદ્દેશ્યની સાથે રચવામાં આવેલા પીએમ કૅર્સ ફંડ માટે એચડીએફસી બેંકને દાન સ્વીકારવાનું ફરમાન પ્રાપ્ત થયું છે. લોકો હવે તેમના ઘરેથી ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, યુપીઆઈ અને ડિજિટલ બેંકિંગના માધ્યમોથી સરળતાથી તેમાં દાન કરી શકે છે. તેમણે ફક્ત અહીં નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાની રહેશે છે.
બ્રાન્ચનો કૉડઃ 0011, વસંત વિહાર, નવી દિલ્હી
આ ફંડમાં આપવામાં આવેલ યોગદાનને કલમ 80 (જી) હેઠળ કરમુક્ત ગણવામાં આવશે અને આ સંબંધેની એક ઔપચારિક રસીદને દાન કર્યાના 15-20 દિવસ બાદ પીએમ કૅર્સ પોર્ટલ પરથી ડાઉનલૉડ કરી શકાશે. દાતાઓ ગૂંજ, રેપિડ રીસ્પોન્સ ફોર્સ અને હેલ્પએજ ઇન્ડિયા જેવી અગ્રણી રાષ્ટ્રીય એનજીઓમાં પણ પોતાનું યોગદાન આપી શકે છે.
એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ જણાવ્યું હતું કે, ‘અમને આ તક આપવામાં આવી હોવાથી અમે સન્માનિત થયાંની લાગણી અનુભવી રહ્યાં છીએ. હું સૌને તેનો મહત્તમ લાભ લઈ આપણાં જીવનમાં શક્ય એટલો ઓછો વિક્ષેપ સુનિશ્ચિત કરવાના ભારત સરકારના આ મહા પ્રયાસમાં સહાયરૂપ થવાની વિનંતી કરું છું. આપણે વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યાં છીએ. હું માનું છું કે, ભારતે સમયસર પગલાં લીધાં છે અને તેના પરિણામસ્વરૂપ આપણે આ પરીક્ષાની ઘડીમાં વિજેતા તરીકે ઉભરી આવીશું.’