એચડીએફસી બેંકે આર્મીના જવાનો માટે લોન્ચ કર્યું અનોખું ''શૌર્ય કાર્ડ, જાણો કેવા છે લાભ

બુધવાર, 19 ઑગસ્ટ 2020 (12:38 IST)
એચડીએફસી બેંકે સશસ્ત્ર દળો માટે એક અનોખી પ્રોડકટ રજૂ કરી છે. “શૌર્ય કેજીસી કાર્ડ”તરીકે ઓળખાનાર આ અનોખી પ્રોડકટ અગાઉ જોવા મળ્યાં ના હોય તેવાં ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે અને ખાસ સશસ્ત્ર દળોમાં કામ કરતા 45 લાખથી વધુ જવાનો માટે  તેની પાત્રતા માટેના માપદંડનક્કી કરવામાં આવ્યા છે.
 
74માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આ નવી પ્રોડકટની એચડીએફસી બેંકના મેનેજીંગ ડિરેકટર આદિત્યપૂરીએ મુંબઈથી ડિજિટલ રજૂઆત કરી હતી. આ પ્રસંગે એચડીએફસી બેંકના બિઝનેસ હેડ, રૂરલ બેંકીંગ ગ્રુપ રાજીન્દર બબ્બર હાજર રહ્યા હતા.
 
રજૂઆત પ્રસંગે પૂરીએ જણાવ્યુ હતું કે “સશસ્ત્ર દળો અને તેમના પરિવારો માટે આ કાર્ડ રજૂ કરતાં હું અત્યંત સન્માનની લાગણી અનુભવું છું. વાયુદળના પરિવારમાંથી આવવાને કારણે ફરજ બજાવતા જવાનો તથા ઘરે તેમના પરિવારો ત્યાગ કરે છે અને જે હાડમારીનો સામનો કરે છે તે મેં નજીકથી જોયુ છે. અમે તેમના માટે કશુંક કરી ચૂક્યા હોવાથી મારી કારકીર્દી પૂર્ણ થઈ હોય તેવી મને એવી લાગણી થાય છે.  અમારી પાસે જે રીતે કિસાનો માટે પ્રોડકટ છે તેટલી જ સારી  પ્રોડકટ સશસ્ત્ર દળોના  જવાનો માટે પણ છે.  અમારી સુરક્ષા કરનારને અમારી આ સ્વાતંત્ર્ય દિનની ગિફ્ટ છે. જય જવાન, જય કિસાન, જય હિંદ.
 
શોર્ય કેજીસી કાર્ડથી સેનાના સશસ્ત્ર દળોના કર્મચારી  પાકના ઉત્પાદન માટે તથા  પાક લીધા પછીની જાળવણી માટે ખેતીની અને વપરાશી જરૂરિયાતો ખરીદી શકશે. તે આ ભંડોળનો ઉપયોગ ખેત મશીનરી, સિંચાઈનાં સાધનો તથા સંગ્રહ વ્યવસ્થા વગેરે ઉભાં કરવા માટે ખરીદી કરી શકશે. ધિરાણ સુવિધા સશસ્ત્રદળોના જવાનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
 
આ પ્રવૃત્તિ એ બેંકના ‘હર ગાંવ હમારા’પહેલના હિસ્સા તરીકે દેશના ગ્રામ્ય અને જ્યાં સેવાઓ ઓછી પહોંચે છે તેવા વિસ્તારોમાં ગ્રાહકોને બેંકીંગ સુવિધાઓ પૂરી પાડવાના ભાગરૂપે છે.
 
બેંકે ભારતભરમાં પાંચ લાખથી વધુ કૃષિ ધિરાણોની ચૂકવણી કરી દીધી છે અને 12 કૃષિ ધન વિકાસ કેન્દ્રોની સ્થાપના કરી છે. જેનાથી ખેડૂતોને સોઈલ ટેસ્ટીંગ અને ખેતીની ઉત્તમ પ્રણાલિઓ અંગે તાજી માહિતી મળતી રહે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર