Video - સુરત સ્ટેશનના પ્લેટફોર્મ-3 પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતું વૃદ્ધ દંપતી ગેપમાં ફસાયું, પોલીસે ખેંચી લીધું

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (12:27 IST)
vasant panchami
11મીએ રાત્રે અરાવલ્લી એક્સપ્રેસ આવનારી હતી ત્યારે જ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ-3થી જયપુર-પૂના એક્સપ્રેસ ઉપડી રહી હતી. આ દરમિયાન એક વૃદ્ધ દંપતી ચાલતી ટ્રેનમાં ચઢવા જતાં તેમનો પગ લપસી ગયો હતો. જેથી તેઓ પ્લેટફોર્મ અને કોચ વચ્ચેના ગેપમાં ફસાઈ ગયા હતા.

<

સુરત સ્ટેશન પર રેસ્ક્યુના દિલધકડ CCTV #suratpolice #gujaratinews pic.twitter.com/GbrUAPC50l

— Webdunia Gujarati (@Webdunia_Guj) February 13, 2024 >

આ આખી ઘટના ASI ઇસરાર બાગને ધ્યાને આવતાં તેઓ તાકીદે દોડી જઈને દંપતીને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધું હતું. બાદમાં પૂછપરછ કરતાં આ દંપતીએ પોતાનું નામ રજનીશ રામાશ્રય શ્રીવાસ્તવ (61) અને પત્ની શકુંતલા દેવી (59) બતાવ્યું હતું. બંને બીઆરસી ગેટ હરિનગર ખાતે રહે છે. તેઓ સુરતથી કલ્યાણ જઈ રહ્યા હતા. ટ્રેન ઉપડવાના સમયની સાચી માહિતી ન હોવાથી તેઓ સુરત સ્ટેશન પર મોડા પહોંચ્યા હતા જેથી ઉતાવળ કરવામાં આ દુર્ઘટના બની હતી.

સંબંધિત સમાચાર

Next Article