Dhirendra Shastri Rajkot- રાજકોટ લાગશે બાગેશ્વર બાબાનો દરબાર

Webdunia
મંગળવાર, 16 મે 2023 (11:19 IST)
- રાજકોટમાં 1લી અને 2જી જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીની દરબાર સજશે. 
- આ કાર્યક્રમ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે
- બાગેશ્વર ધામ કમિટી રાજકોટ દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ 
 
ધીરેન્દ્ર શાસ્ત્રી સતત હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આવનારી 1 અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સૌરાષ્ટ્રના કેન્દ્ર એવા રાજકોટમાં દિવ્ય દરબાર યોજશે. આ પ્રથમ વખત બનશે જ્યારે બાગેશ્વર બાબા તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પરફોર્મ કરશે. સૌરાષ્ટ્રને પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુનો ગઢ માનવામાં આવે છે. તેઓ પોતે ભાવનગરના છે. થોડા દિવસો પહેલા મોરારી બાપુએ રાજકોટની બાગેશ્વર સરકારથી દૂરી લીધી હતી, હવે તેઓ પોતે બાગેશ્વર સરકારને પગલે રાજકોટ આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ નક્કી થયા બાદ રાજકોટમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article