GT vs SRH: આઈપીએલ 2023ની 62મી મેચમાંગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હતી. આ મેચમાં ગુજરાતનો 34 રને વિજય થયો હતો. ગુજરાતની ટીમે આ જીત સાથે પ્લેઓફની ટિકિટ બુક કરી લીધી છે જ્યારે કે બીજી બાજુ હૈદરાબાદે બહારનો રસ્તો જોવો પડ્યો હતો. પરંતુ ગુજરાત પ્લેઓફમાં પહોંચ્યા બાદ અનેક ટીમોના સમીકરણ ગડબડાયા છે. આ રીપોર્ટમાં, અમે તમને IPL પ્લેઓફનું સમીકરણ સમજાવવા જઈ રહ્યા છીએ.
સીએસકે અને લખનઉ પાસે ક્વોલિફાય થવાની તક
CSKની ટીમના 13 મેચમાં 7 જીત અને 4 હાર બાદ 15 પોઈન્ટ છે. આ ટીમની એક મેચ વરસાદને કારણે રદ્દ પણ થઈ હતી. CSK અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. આગામી મેચમાં જીત સાથે, સીએસકે કમસે કમ પ્લેઓફમાં જવાનો પોતાનો રસ્તો પાક્કો કરી શકે છે. પરંતુ લખનૌ અને મુંબઈની ટીમો પાસે હવે ટોપ-2માં પહોંચવાની મોટી તક છે અને શક્ય છે કે CSK ટીમ ક્વોલિફાયરને બદલે એલિમિનેટર મેચ રમશે.
— Johns. (@CricCrazyJohns) May 15, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
ઉલ્લેખનીય છે કે મુંબઈની ટીમના 12 મેચમાં 14 પોઈન્ટ છે અને હાલ આ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. જો મુંબઈની ટીમ તેની આગામી મેચ જીતી જશે તો તે સીધી નંબર ટુ પર પહોંચી જશે. બીજી તરફ, જો CSKની ટીમ તેની આગામી મેચ હારી જાય છે, તો તેના માટે ફરીથી નંબર ટુ પર પહોંચવું અશક્ય બની જશે. લખનૌની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 12 મેચમાં 6 જીત સાથે 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. લખનૌને તેની બાકીની બે મેચ મુંબઈ અને KKR તરફથી રમવાની છે. જો તે એક પણ મેચ જીતી જાય છે તો રાજસ્થાનની ટીમ તેની છેલ્લી મેચ જીતીને પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. મતલબ રાજસ્થાનની આશા હજુ પણ લખનૌ પર નિર્ભર છે.
આરસીબીની શું છે હાલત?
આરસીબી, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરશે. આ તમામ ટીમો 16 પોઈન્ટના આંકડા સુધી પહોંચી શકે છે. પરંતુ આવનારી મેચોમાં આ બધા એકબીજા સામે ટકરાશે એટલે કે એક ટીમ આગળ વધશે અને એક બહાર જશે, આવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યા છે. હાલ આરસીબીની, રાજસ્થાન, કેકેઆર અને પંજાબના 12-12 પોઈન્ટ છે. સાથે જ કેકેઆર અને રાજસ્થાને પણ તેમની 13-13 મેચ રમી છે. એટલે કે મેચોના હિસાબે આરસીબી અને પંજાબ પાસે બાકીની ટીમો કરતા ક્વોલિફાય થવાની વધુ તકો છે.