MI VS GT - હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટંસને આ 5 ખેલાડી ફરીથી બનાવી શકે છે ચેમ્પિયન, આજે પ્લેઓફ પાક્કુ ! રોહિત અને મુંબઈ મુશ્કેલીમાં

શુક્રવાર, 12 મે 2023 (18:22 IST)
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ડિફેંડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટંસનુ આઈપીએલ 2023માં પણ શાનદાર પ્રદર્શન ચાલુ છે. પોઈંટ ટેબલની વાત કરીએ તો ગુજરાતની ટીમ ટૉપ પર ચાલી રહી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 11માંથી 8 મેચ જીતી છે અને તેના 16 અંક છે. ટીમ પોતાના 12માં મુકાબલામાં આજે વાનખેડે સ્ટેડિયમમાં 5 વારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈંડિયંસ સાથે ટક્કર આપવા જઈ રહી છે. ગુજરાતની ટીમ જો આ મુકાબલો જીતે લે છે તો પ્લેઓફમાં પહોચંનારી એ પહેલી ટીમ બની જશે. 
ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2022થી જ T20 લીગમાં ઉતરી રહી છે. ટીમે પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. T20 લીગની 16મી સીઝનની વાત કરીએ તો 5 ખેલાડીઓ તેને ફરી ચેમ્પિયન બનાવી શકે છે. પહેલી વાત ઓપનર બેટ્સમેન શુભમન ગિલની. ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટથી લઈને આઈપીએલ સુધી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમણે અત્યાર સુધી 11 મેચમાં 47ના એવરેજથી ટીમ માટે સૌથી વધુ 469 રન બનાવ્યા છે. જેમાં 4  હાફસેંચુરીનો સમાવેશ થાય છે.  

 
ગુજરાતની જીતમાં અત્યાર સુધી બોલરોએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને લેગ સ્પિનર ​​રાશિદ ખાને 19-19 વિકેટ લીધી છે. શમીએ 7.23ની ઈકોનોમી સાથે રન આપ્યા છે અને તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટ છે. વાઇસ કેપ્ટન રાશિદના પ્રદર્શન પર નજર કરીએ તો તેમણે હેટ્રિક પણ લીધી છે. ઈકોનોમી 8ની આસપાસ છે અને 14 રનમાં 3 વિકેટ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 
ઝડપી બોલર મોહિત શર્માએ પણ કમબેક કરતા અદભૂત બોલિંગ કરી છે. તેમણે 8 મેચમાં 13ના એવરેજથી 12 વિકેટ લીધી છે. 29 રનમાં 4 વિકેટ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે 5મા ખેલાડીની વાત કરીએ તો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતે પણ આ યાદીમાં સામેલ છે. તેમણે 277 રન બનાવવા ઉપરાંત અત્યાર સુધીમાં 3 વિકેટ પણ લીધી છે.
 
ગુજરાત ટાઈટંસની વાત કરીએ તો વિરોધી ટીમોએ આ 5 ખેલાડીઓને 3 વધુ પ્લેયર્સથી સાવધાન રહેવુ પડશે.  તેમા યુવા સ્પિનર નૂર અહમરનો સમાવેશ છે. તે અત્યાર સુધી 7 મેચમં 11 વિકેટ લઈ ચુક્યા છે. આ ઉપરાંત ડેવિડ મિલરે 9 દાવમાં 201 તો વિજય શંકરે 7 દાવમાં 205 રન બનાવ્યા છે.  વર્તમાન સીજનમાં ગુજરાત ટાઈટંસની ટીમ પહેલા મુકાબલામાં મુંબઈ ઈંડિયંસને હરાવી ચુકી છે. મુંબઈની ટીમ જો આ મેચ હારી જાય છે તો તે વધુમાં વધુ 16 અંક સુધી જ પહોંચી શકશે. આવામાં પ્લેઓફમાં પહોચવા માટે તેમણે સંઘર્ષ કરવો પડશે. કપ્તાન રોહિત શર્માનુ ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર