ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 2230 કેસ, 29ના મોત, રિકવરી રેટ 93.98 ટકા

Webdunia
શનિવાર, 29 મે 2021 (21:04 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી ઓછા કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2230 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 7109 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,57,124  દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 93.98 ટકાએ પહોંચ્યો હતો. 
 
જો રસીકરણની વાત કરીએ તો 6169 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ અને 5906 વર્કર્સને રસીનો બીજો ડોઝ આજે આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના કુલ 39548 લોકોને પ્રથણ અને 30253 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18થી 45 વર્ષ સુધીનાં કુલ 1,16,117 લોકોને રસી અપાઇ ચુકી છે. 
 
જો રાજ્યનાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં આજે કુલ 38,703 કિસ્સા નોંધાયા છે. જે પૈકી 544 લોકો વેન્ટિલેટર પર છે. 38,149 લોકો સ્ટેબલ છે. 7,57,124 લોકોને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે. 9790 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અને જામનગર કોર્પોરેશનમાં 1 અને રાજકોટ 1 દર્દીનું મોત થયા છે.
 
આ ઉપરાંત વડોદરા 2, સુરત 3, પંચમહાલ 1, રાજકોટ 1, બનાસકાંઠા 1, ખેડા 1, ગીરસોમનાથ 1, મહીસાગર 1, મહેસાણા 1, સાબરકાંઠા 1, ગાંધીનગર 1, ભાવનગર 1, અને અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 29 દર્દીઓના મોત થયા છે.

સંબંધિત સમાચાર

Next Article