ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવાદન આપતા જણાવ્યું હતું કે આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા વિશે વાત કરી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો, મારા શબ્દોને નોંધી લો, જે પણ લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત કરી રહ્યા છે. આવું ત્યાં સુધી છે જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે. વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા કે ના બંધારણ બચશે, બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે એટલું જ નહીં નીતિન પટેલે વધુમાં કહ્યું કે હું બધા વિષે વાત કરી રહ્યો નથી, મારે સ્પષ્ટતા પણ કરવી જોઈએ, લાખો મુસલમાનો દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. આમ અંતે નીતિન પટેલે ઉઠતા વિવાદના વંટોળને ઠારવા નિવેદન બાદ ફેરવી તોડી નિવેદનને લઈ સ્પષ્ટતા પણ કરી હતી..
જાણો તેમના નિવેદનના મુખ્ય બિંદુ
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું ધર્મસભા માં સંબોધન
- દુનિયાભર ના રાક્ષસો ગઝનવી, ખીલજી કે અંગ્રેજો હોય તેમના સેંકડો આક્રમણો ને પૂર્વજોએ સહન કર્યું
- જે અત્યાચાર થયા છે તેને આપણે જાણીએ છીએ
- આતંકીઓ અને રાક્ષસો ના આક્રમણ છતાં રીત રિવાજો ધર્મ ને બદલી ન શક્યા
- દુનિયા માં ખ્રિસ્તી દેશો પર આતંક મચાવે છે હુમલા કરે તો રોકી શકતા નથી
- આતંકીઓ જે કામ કરી રહ્યા છે તેનો ભૂતકાળ જોયેલો છે
- રાક્ષસો રાક્ષસો ને મારી રહ્યા છે, અફઘાનિસ્તાન માં થયેલા હુમલા સંદર્ભે નીતિન પટેલ નું નિવેદન