અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફકીરના વેશમાં લેભાગૂ ગેંગ NRIના 1100 ડોલર લઈ ગાયબ

શનિવાર, 28 ઑગસ્ટ 2021 (10:28 IST)
સાબરમતી રિવરફ્રન્ટ પર વેશ પલ્ટો કરી ફકીર બનીને આવી લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ થયો છે. બાવાના વેશમાં ગેંગના શખસો અલગ-અલગ જગ્યાએ ફરી દરગાહના ફોટો પર હાથ મૂકાવે છે બાદમાં બરક્ત થશે કહી પર્સ મૂકાવી થોડીવાર બાદ લેવાનું કહે છે. રિવરફ્રન્ટ પર એક ફકીરના વેશમાં આવેલા લેભાગૂએ એનઆરઆઈને બરક્ત થશે કહીને 1100 ડોલર ભરેલું પર્સ લઈ ગયો હતો. આ રીતે લોકોને છેતરતી ગેંગના એક આરોપીની રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદના શાહીબાગમાં રહેતો એન.આર.આઈ કુશાલભાઈ રિવરફ્રન્ટ પર ગયા હતા. તેઓ ત્યાં બેઠાં હતાં ત્યારે બે લોકો ફકીરના સ્વાંગમાં આવ્યા હતા. ચંદો આપવાનું કહી યુવક પાસે 10 રૂપિયા લીધા હતા. રિવરફ્રન્ટ પર ફરી અડધો કલાકમાં ફરી તેમની પાસે પરત આવ્યા હતાં. પોતાની જાળમાં ફસાઈ જાય તેમ માની આ શખસોએ હાથ લંબાવ્યો હતો. આરોપીઓએ બે દરગાહના ફોટો હાથમાં મૂકી આશીર્વાદ આપવાનું કહી પોતાના હાથમાં કુશાલભાઈનું પાકિટ મૂકાવ્યું હતું. બાદમાં અડધો કલાક બાદ ભોગ બનનાર કુશાલભાઈએ પાકિટમાં જોતા તેમના 1100 ડોલર જેની કિંમત આશરે 81 હજાર થાય છે તે ગાયબ હતા. ફકીરના સ્વાંગમાં આવેલા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે પ્યારું સલાટની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ કરતાં પહેલા આ ટોળકી કોઈ પાસે જાય તો કોઈ પણ વ્યક્તિ 10-20 રૂપિયા આપી દે. ભોળી વ્યક્તિને પારખીને આ ટોળકી પરત આવી આશીર્વાદ આપવાનું કહી તેઓને લૂંટી લે છે. આરોપી પ્યારુની સાથે બૂચો નામનો વ્યક્તિ પણ હતો. બૂચાની પત્નીએ આ રૂપિયા ભરૂચમાં વેચી દીધા હોવાનું સામે આવ્યું છે. આરોપી બૂચાની પણ સંડોવણી હોવાનું માની પોલીસે તેની અટકાયત કરી છે. આ ગેંગના આઠેક જેટલા સભ્યો સુરત, અમદાવાદ, વડોદરા જેવા વિસ્તારોમાં ફરીને લોકોના આ રીતે નાણાં પડાવતા હોવાની એમ.ઓ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની તપાસમાં અન્ય કેટલા ગુનાના ભેદ ઉકેલાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર