તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે કાવ્ય 6 સંગ્રહ, 13 નવલકથા, 7 નવલિકા, 13 જીવન ચરિત્ર, એમ ઘણુ બધુ સાહિત્ય રચ્યું છે. તુલસીનો ક્યારો તેમની શ્રેઠ નવલકથા કહી શકાય.
ઝવેરચંદ મેઘાણીએ ગાધીજી જ્યારે 1931માં ગોળમેજી પરિષદમાં જતાં હતાં ત્યારે તેમને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું હતું. ઝવેરચંદ મેઘાણીએ યુગવંદના, વૈવિશાળ, અપરાધી, ગુજરાતનો જય, સોરઠ તારા વહેતાં પાણી જેવી ઘણી બઘી સાહિત્ય રચનાઓ આપી હતી.
એકબીજા માટે આવકારનાં તોરણો બંધાતાં રહે છે. તેમ પાકિસ્તાનથી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા ચીમનભાઈ બારૈયાએ તેઓએ જણાવ્યું હતું કે, અહિ પાકિસ્તાનનાં ગુજરાતીઓમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ખૂબ લોકપ્રિય છે. અમે મેઘાણીજીનાં પુસ્તકો ભારતથી મંગાવીને તથા ઈન્ટનેટ પર વાંચીએ છીએ. આજે પણ અહિ લગ્ન અને તહેવારોમાં ઝવેરચંદ મેઘાણીનાં લોકગીતો ગવાય છે. મેઘાણીજીનાં જન્મદિન અને પુણ્યતિથિએ અમે બધા તેમને દિલથી યાદ કરીને અંજલિ આપીએ છીએ. માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવામાં ઝવેરચંદ મેઘાણીનું મોટુ પ્રદાન છે તેમ અમે પણ અહિ પાકિસ્તાનમાં માનીએ છીએ. તેમ જણાવી તેઓએ ગુજરાતી ભાષાના ગૌરવરૃપ રાષ્ટ્રીય શાયરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.