અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ પર દર્દીઓ વધ્યા, હોસ્પિટલોની સંખ્યા પણ વધારીને 75 કરાઈ

Webdunia
ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (08:00 IST)
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસોની સાથે સાથે હવે ખાનગી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને HDU બેડના દર્દીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થયો છે.

કોરોનાના દર્દીઓની સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે કુલ 75 હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટરમાં કોરોનાની સારવાર થાય છે. જેમાં હોસ્પિટલમાં કુલ 334 દર્દીઓ અને 13 દર્દીઓ કોવિડ સેન્ટરમાં દાખલ છે. ઓક્સિજન બેડ પરના દર્દીઓ એક જ દિવસમાં વધી જતા હવે કો-મોર્બિડ લોકોએ સાવચેતી રાખવી વધુ જરૂરી બની છે. અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હવે કોરોનાની ખાનગી હોસ્પિટલો પણ વધારવામાં આવી છે.

વધુ 9 જેટલી હોસ્પિટલો વધારવા આવી છે. જેમાં ખાસ કરીને ઓક્સિજન બેડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે હવે કોરોનાની સારવાર અમદાવાદ શહેરમાં આવેલી 75 હોસ્પિટલોમાંથી 15 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં આંબાવાડીમાં અર્થમ હોસ્પિટલ, એસજી હાઇવે પર આવેલી CIMS હોસ્પિટલ, SGVP હોસ્પિટલમાં, આનંદ સર્જીકલ હોસ્પિટલ, નિકોલ હાર્મોની હોસ્પિટલ અને મેમનગર સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે. અમદાવાદમાં ત્રીજી લહેરમાં કેસો વધતા હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધી છે જેમાં આઇસોલેશન બેડમાં દાખલ થનારા દર્દીઓ વધુ છે. આજની સ્થિતિએ અમદાવાદના 75 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટરમાં 11 ટકા બેડ ભરેલા છે અને 89 ટકા બેડ ખાલી છે. જેમાં હોસ્પિટલમાં કુલ 3165 બેડમાંથી 334 બેડ ભરાયા છે અને 2831 બેડ ખાલી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં સ્થિતિ જોઈએ તો આઈસોલેશનમાં કુલ 932 બેડમાંથી 158 બેડ ભરાયા છે અને 774 બેડ ખાલી છે. HDUના 1333 બેડમાંથી 108 બેડ ભરાયા છે અને 1225 બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના ICU બેડમાં કુલ 615 બેડમાંથી 42 બેડ ભરાયા છે અને 573 બેડ ખાલી રહ્યાં છે. તેમજ વેન્ટિલેટર સાથેના ICU બેડમાં કુલ 285 બેડમાંથી 26 બેડ ભરાયા છે અને 259 બેડ હાલમાં ખાલી પડ્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article