અમદાવાદના જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનીયત સામે આવી છે. એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. એક વિદ્યાર્થીનીને ભોળવીને 3 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જો કે વિદ્યાર્થીનીએ માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરતા આખરે શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે.
પીડિતા લગ્ન ન કરે એ માટે બ્લેકમેઇલ કરતો
થલતેજમાં આવેલા એલન ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો શિક્ષક ભણાવતો હતો. વર્ષ 2016 દરમિયાન 16 વર્ષની સગીરા પણ ક્લાસીસમાં ભણતી હતી. એ દરમિયાન લંપટ શિક્ષકની નજર પીડિતા પર પડી હતી. શિક્ષક મયંક દીક્ષિત તેના પર સતત 2018 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ બાદ યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.