ત્રીજી લહેરથી મોટી રાહત- સતત બીજા દિવસે નવા કેસમાં વધારે રિકવરી, 3 લાખએ આપી કોરોનાને મ્હાત

બુધવાર, 26 જાન્યુઆરી 2022 (10:34 IST)
દેશમાં કોરોનાની ત્રીજી લહેરના સતત નબળા થવાના સંકેત મળી રહ્યા છે. બુધવારે ગયા એક દિવસમાં કોરોનાના કુળ 2,85,914 નવા કેસ સામે આવ્યા છે. પણ આ સમયે આશરે 3 લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગયા એક દિવસમાં કુળ  2,99,073 લોકો કોરોનાથી સાજા થયા છે. તેની સાથે જ કોરોનાને મ્હાત આપનાર લોકોની સંખ્યા  3 કરોડ 73 લાખ પાર થઈ ગઈ છે. જેના કારણે એક્ટિવ કેસમાં સતત બીજા દિવસે કમી નોંધાઈ છે. અત્યારે દેશમાં કોરોનાના કુળ એક્ટિવ કેસની સંખ્યા 22 લાખ 23 હજાર છે. તેની સાથે જ રિકવરી રેટ પણ વધી રહ્યો છે જે રાહતના સંકેત છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર