કોરોનાના કપરા કાળ પછી ગુજરાતમાં ફરી વેપાર ધંધા પાટે ચઢી રહ્યાં છે. દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં ફરી સક્રિય વેપાર કરવા તૈયારી કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ ક્ષેત્રોની કંપનીઓ સાથે 24 હજાર 185 કરોડના MOU થશે. રાજ્યમાં વિવિધ કંપનીઓના રોકાણ થકી 35 હજારથી વધુ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. આજે 10મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ રહી છે. આજે પહેલા દિવસે સરકાર તરફથી ખાતરી આપું છું કોઈ પણ તકલીફ ન પડે તે જવાબદારી અમારી છે. પરંતુ સમયસર MOU પુરા ના થાય તેની જવાબદારી તમારી છે. ઘણી વખત mou ન થાય અને શરૂ ન થાય તે માટે ઘણી મુશ્કેલીઓ પડે છે. જેથી હવે સરકાર તમારી સાથે છે.
અમરેલીના રાજુલામાં મેઘમણી ઓર્ગેનિક પ્રોજેક્ટ હેઠળ 8500 કરોડનું રોકાણ થશે. તે ઉપરાંત દહેજમાં મેઘમણી ફિંટેક 600 કરોડનું રોકાણ થશે જેમાં 700 લોકોને સીધી રોજગારી પ્રાપ્ત થશે. જ્યારે ઝગડિયામાં 100 કરોડનું રોકાણ થશે.IOC 1595 કરોડનું રોકાણ કરશે જેમાં 5760 લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરાશે
કોરોનાને કારણે 2021માં વાઈબ્રન્ટ સમિટ યોજી શકાઈ નથી. હવે સરકારે 2022માં વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવશે. આ રોડ મેપ બનાવવા માટે હાલ યુનિ.ઓના કુલપતિઓની નિમાયેલી કોર કમિટીને કામગીરી સોંપી દેવાઈ છે.કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરી દીધા બાદ હવે ગુજરાતમાં તેનો ત્વરીત અમલ કરવા માટે સરકારે આયોજનો શરૂ કરી દીધા છે અને જે અંતર્ગત કમિટીઓની રચના બાદ આગામી શૈક્ષણિક વર્ષથી કોર્ષ-પરિણામ પેટર્ન સહિતની કેટલીક મહત્વની બાબતોનો તમામ યુનિ.ઓમાં સમાનપણે અમલ કરવાની યોજના છે.