દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ વાર શાનદાર અને ઐતિહાસિક જીત પ્રાપ્ત કરનાર આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં વિસ્તાર કરવામાં લાગી છે. આ કડીમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આગામી 2 વર્ષમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંદ અને ગુજરાત સહિત 6 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે.
મળતી માહિતી અનુસાર આપ ની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે કે આપ પહેલાં પણ ગુજરાત, ગોવા અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારી ચૂકી છે. પંજાબમાં તો આપના ધારાસભ્યોની સારી સંખ્યા છે. તે ત્યાં મુખ્ય વિપક્ષ છે.
રાજકીય જાણકારોનું માનીએ તો જો આ 6 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આપ જો સારું પ્રદર્શન કરે છે તો તે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પણ પ્રાપ્ત કરી શકે છે. વિધાનસભાની સીટોના મામલે અને રાજકીય દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશની ચૂંટણી મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં 403 વિધાનસભા સીટો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ગોવા આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસો પહેલાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પત્રકાર પરિષદ વાર્તા દરમિયાન જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરીમાં યોજાનારી પંચાયત ચૂંટણી પણ લડશે. એટલું જ નહી ચૂંટણીને ગંભીરતાથી લેતાં આમ આદમી પાર્ટીએ દિલ્હી સરકરના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને આ ચૂંટણીના સુપરવાઈઝર જાહેર કર્યા છે.