શ્રીમતી ઇંદિરા ગાંધી કોંગ્રેસના એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા છે. તેમને ભારતની લોખંડી મહિલા પણ કહેવામાં આવે છે. તેઓ રાજનીતિના અઠંગ ખેલાડી પણ હતાં. પોતાના વિરોધીઓને છાનામાના ધૂળ ચટાવી દેવામાં તેઓ માહિર હતાં. અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગન પણ તેમની બુદ્ધિમત્તાથી પ્રભાવિત હતા. ભારતમાં કટોકટી લાદવાનું કલંક પણ તેમના પાલવ પર લાગેલું છે.
ઇંદિરા ગાંધી, નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની પાસેથી રાજનીતિ શીખ્યા હતાં. પંડિત જવાહરલાલ નેહરુની પુત્રી હોવાના નાતે રાજનીતિ તેમને વારસામાં મળી હતી જેનો ઉપયોગ તેમણે પોતાની દૃઢતા અને પ્રતિભાથી કૂનેહપૂર્વક કર્યો હતો. તેમના કાર્યકાળની વિશેષતાઓમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ, રાજવી કુટુંબોના સાલીયાણા બંધ કરાવવા, હરીયાળી ક્રાંતિ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
પ્રારંભિક જીવન : ઇંદિરા ગાંધીનો જન્મ ૧૯મી નવેમ્બર ૧૯૧૭ના રોજ ઇલાહાબાદ (ઉત્તરપ્રદેશ)માં થયો હતો. તેમના પરિવારમાં પિતા જવાહરલાલ નેહરુ, માતા કમલા નેહરુ તથા પતિ ફિરોજ ગાંધી હતાં. તેમને રાજીવ અને સંજય નામના બે પુત્રો પણ હતા. શાળાનું શિક્ષણ પુરુ કર્યા બાદ તેમણે શાંતિ નિકેતનમાં ભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ, તેમણે સોમરવિલ કોલેજ, ઓક્સફર્ડમાં એડમિશન લઈને ઉચ્ચ અભ્યાસ કરેલો. ભારત પાચા આવ્યા બાદ તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રમમાં જોડાઈ ગયા હતાં.
રાજનૈતિક જીવન : ૧૯૫૯ તથા ૧૯૬૦ દરમિયાન ઇંદિરા ગાંધીએ ચૂંટણી લડીને ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતાં. નહેરુજીના અવસાન બાદ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રેરણાથી ચૂંટણી લડ્યા હતા. શાસ્ત્રીજીના અવસાન બાદ સન. ૧૯૬૬માં ઇંદિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા. ૧૯૬૭માં ચૂંટણીમાં ઘણી આંતરિક સમસ્યાઓ ઉભી થઈ હતી. તેમના વિરોધના કારણે મોરરાજી દેસાઈને ભારતના નાયબ વડાપ્રધાન તથા નાણામંત્રી બનાવવા પડ્યા હતાં.
૧૯૬૬માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા : મોરારજી દેસાઈ તેમને ગુંગી ગુડિયા એટલે કે મુંગી ઢીંગલી કહેતા હતાં. બાંગ્લાદેશના નિર્માણમાં ૧૯૭૧માં તેમની ભૂમિકા અતિમહત્વની હતી. ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં ભારતના વિજયમાં રાજનૈતિક અને સૈન્યના સમર્થનની ભૂનિકા મહત્વની રહી હતી. ઇંદિરા ગાંધીના વડાપ્રધાન સમયા દરમિયાન ૧૯મી જાન્યુઆઅરી ૧૯૬૬ થી ૨૪મી માર્ચ ૧૯૭૭ અને ૧૪મી જાન્યુઆરી ૧૯૮૦ થી ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ સુધી સુધી રહ્યો.
પુરસ્કાર અને સન્માન : ૧૯૬૭ અને ૧૯૬૮ એમ સતત બે વર્ષોમાં ફ્રેન્ચ લોકોમાં સૌથી વધુ પ્રખ્યાત મહિલા,અમેરિકામાં ગેલપ જનમત સર્વેક્ષણ અનુસાર સન. ૧૯૭૧માં વિશ્વનું સૌથી પ્રખ્યાત વ્યક્તિત્વ, ૧૯૭૧માં આર્જેન્ટિના સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ એનિમલ્સ ૧૯૭૧માં ડિપ્લોમા ઓફ ઓનરથી સન્માનિત. આંધ્ર વિશ્વવિદ્યાલય\, આગરા વિશ્વવિદ્યાલય, વિક્રમ વિશ્વવિદ્યાલય, બ્યૂનસ એરીસ્ના અલ સાલ્વાડોર વિશ્વવિદ્યાલય, જાપાનના બાસેટા વિશ્વવિદ્યાલય, મૉસ્કો રાજ્ય વિશ્વવિદ્યાલય અને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય તરફથી મઆનદ ડૉક્ટરેટની ડીગ્રીઓ સહિત કેટલાય સન્માન પ્રાપ્ત થયા હતાં.
વિશેષ : ભારતની લોખંડી મહિલા ઇંદિરા ગાંધીના જીવનમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ, હરીયાળી ક્રાંતી, રાજવી કુટુંબોના સાલીયાણા બંધ કરાવવા, પરમાણુ કાર્યક્રમ વિગેરે જેવી અનેક ઉપલબ્ધિઓ છે. બેંકોના રાષ્ટ્રીયકરણથી નબળા વર્ગો અને ખેડૂતોને ઓચા વ્યાજ દર પર લોન મળવા લાગી હતી, જેનાથી દેશમાં હરીયાળી ક્રાંતિ આવી. સ્માઈલિંગ બુદ્ધાના છુપા નામે તેમના કાર્યકાળમાં ૧૯૭૪માં પોખરણમાં એક પરમાણુ પરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતું.