VIDEO: કાશ્મીરમાં ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો, ડોડામાં એન્કાઉન્ટર ચાલુ, 6 સુરક્ષા જવાન ઘાયલ

Webdunia
બુધવાર, 12 જૂન 2024 (09:12 IST)
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાંથી આતંકી હુમલાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં આતંકવાદીઓએ એક પોસ્ટ પર ગોળીબાર કર્યો છે. જેના પર પોલીસ પણ જવાબી કાર્યવાહી કરી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ચતરગાલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં સુરક્ષાકર્મીઓ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટર લખાય છે ત્યાં સુધી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

હુમલામાં 2 જવાન ઘાયલ  
અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે જિલ્લાના ચતરગાલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. અત્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ડોડામાં થયેલા આ આતંકી હુમલામાં છ જવાનો ઘાયલ થયા છે, જ્યારે આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
<

#WATCH | Jammu and Kashmir: Search operation underway in Bhaderwah, Doda as an encounter is underway between security forces and terrorists in Chattargala area of Doda.

(Visuals deferred by unspecified time) pic.twitter.com/AyaBVYQDXR

— ANI (@ANI) June 12, 2024 >
 
આ હુમલાના થોડા કલાકો પહેલા કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં પણ મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકી હુમલો થયો હતો. અહીં આતંકવાદીઓના ગોળીબારમાં એક ગ્રામીણ ઘાયલ થયો હતો. પોલીસે હુમલો કરનારા બે આતંકીઓમાંથી એકને ઠાર કર્યો છે.
 
બીજો આતંકવાદી ગામમાં જ ક્યાંક છુપાયેલો છે. તેણે ઘટનાસ્થળે પહોંચેલા ડીઆઈજી અને એસએસપી કઠુઆના વાહન પર ગોળીબાર કર્યો હતો. બંને નાસી છૂટ્યા હતા.
 
9 જૂનની સાંજે રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના ત્રણ દિવસમાં ત્રણ આતંકી હુમલા થયા છે.