જમ્મુ-પુંછ હાઈવે પર મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 20 ના મોત

ગુરુવાર, 30 મે 2024 (18:11 IST)
જમ્મુ કાશ્મીરના રાજૌરી જીલ્લામાં ગુરૂવારે શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલી એક બસ રસ્તા પરથી સરકીને ખીણમાં ખાબકી જવાથી 20 મુસાફરોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા. જ્યારે કે અનેક મુસાફરો ઘાયલ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યુ કે જીલ્લાના કાલીઘર ક્ષેત્રમાં આ બસ રસ્તા પરથી સરકીને લગભગ 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી.  તેમણે જણાવ્યુ કે બસ શ્રદ્ધાળુઓને શિવખોડી લઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યુ કે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. 
 
ચાલકે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યુ 
એવુ કહેવાય રહ્યુ છે કે ચાલક દ્વારા બસ પરથી નિયંત્રણ ગુમાવ્યા પછી આ દર્દનાક દુર્ઘટના થઈ છે. જમ્મુના મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યો છે.  સૂત્રોએ  એ પણ બતાવ્યુ કે મુસાફરોની હાલત નાજુક છે. 
 
જમ્મુથી શિવખોડી જઈ રહી હતી બસ 
મળતી માહિતી મુજબ ઉતર પ્રદેશ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન અખનૂરના ટૂંગી વળાંક પર ઉંડી ખીણમાં ખાબકી. બસમાં લગભગ 60 થી વધુ મુસાફરો સવાર હતા. દુર્ઘટના સ્થળ પર એસડીએમ અખનૂર લેખ રાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, થાનાપ્રભારી અખનૂર તારિક અહમદ દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્યમાં લાગ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર