દેશની 19 રાજ્યસભાની બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે. જેમાં આજે આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, મણીપુર, મિજોરમ અને મેઘાલયમાં રાજ્યસભાની કુલ ૧૯ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ૧૯ બેઠકોમાં ગુજરાતની ચાર, આંધ્ર પ્રદેશની ચાર, મધ્ય પ્રદેશની ત્રણ, રાજસ્થાનની ત્રણ, ઝારખંડની બે તથા મણિપુર, મિઝોરમ અને મેઘાલયની એક-એક બેઠકનો સમાવેશ થાય છે
સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જ્યારે સાંજે પાચ વાગ્યાથી મત ગણતરી પણ હાધ ધરાશે. જો અન્ય કોઈ માથાકૂટ નહીં થાય ત્રણેક કલાકમાં જ ચૂંટણીનું પરિણામ પણ આવી જશે.
- હાલ સુધી ક્રોસ વોટ કે બીજી ગેરરીતિની કોઈ ફરીયાદ નોંધાય નથી.
ધારાસભ્યનું મત આપતા પહેલા તેમના શરીરનું તાપમાન ચેક કરવામાં આવશે આ ઉપરાંત દરેક ધારાસભ્યે માસ્ક પહેરવો પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. જે ધારાસભ્યોને તાવ હશે અથવા અન્ય લક્ષણો હશે તેમને અલગ વેઇટિંગ રૂમમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક સમયથી રાજ્યસભા ચૂંટણી અગાઉ હોર્સ ટ્રેડિંગ થતું હોવાથી રાજ્યસભા ચૂંટણી અગાઉ રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ જાય છે. મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.