પુલવામાં હુમલાને લઈને હવે પાકિસ્તાનમાં પણ ઈમરાન સરકાર (Imran Government) વિરુદ્ધ અવાજ ઉઠવા માંડ્યો છે. પાકિસ્તાનના ત્રણ પૂર્વ વિદેશ સચિવે પોતાની સરકારને ચેતાવણી આપી છે કે તેઓ ભારતની કોઈ આક્રમક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. તેમણે કહ્યુ કે પુલવામાં મુંબઈ નથી કારણ કે એક સ્થાનીક પ્રકારની કાર્યવાહી ભારત કરી શકે છે. મુંબઈમાં ભારતે સંયમ રાખ્યો હતો. બીજી બાજુ હવે નવી દિલ્હીએ યુદ્ધનુ ઢોલ વગાડી દીધુ છે.
ડૉન છાપામાં પ્રકાશિત એક સંયુક્ત લેખમાં ત્રણ પૂર્વ વિદેશ સચિવ રિયાજ હુસૈન ખોખર, રિયાજ મોહમ્મદ ખાન અને ઈનામુલ હકે મીડિયા, રાજનીતિક નેતૃત્વ, ગુપ્ત સંસ્થાનોને અપીલ કરી છે કે તેઓ અશાંત વાતાવરણમાં થોડુ સંતુલન બનાવવાના ઉપાય કરીને વધુ સંયમની જવાબદારી બતાવે.
સંકટનો નિપટાવો કરવા માટે કૂટનીતિની મદદ લો
તેમણે કહ્યુ કે પાક પ્રધાનમંત્રીને સલાહ છે કે સંકટને શાંતિપૂર્ણ ઢંગથી નિપટાવવા માટે કૂટનીતિની મદદ લે. એ ટાઈમ ફોર રીસ્ટ્રેટ નામથી છપાયેલ આ લેખમાં કહેવામાં આવ્યુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ખતરનાક સ્તર પર છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સેનાને પુલવામાંનો બદલો લેવાની ખુલ્લી છૂટ આપી દીધી છે.
તેમણે લખ્યુ, સૌ પ્રથમ પાકિસ્તાને કોઈપણ જાતના ઉશ્કેરણી વગર કોઈ શક્યત આક્રમક કાર્યવાહીને નિષ્ફળ કરવા માટે તૈયાર રહેવુ જોઈએ. તૈયારી ખુદ જ તનાવમાં કોઈ વધારાને નિષ્ફ્ળ કરી દેશે. ઉલ્લેખનીય છે કે પુલવામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલાનુ ષડયંત્ર પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રચ્યુ હતુ. આ બર્બર ઘટના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે સુરક્ષાબળોને તેનો બદલો લેવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે.