પુલવામાં હુમલા પર CRPF નુ ટ્વીટ - ના ભૂલીશુ કે ન તો માફ કરીશુ....

શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (18:22 IST)
જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં જવાનો પર થયેલ આતંકવાદી હુમલા પર સીઆરપીએફે ટ્વીટ કર્યુ છે. તેમણે કહ્યુ કે અમે આ હુમલો ન તો ભૂલીશુ ના તો  દોષીઓને માફ કરીશુ. સીઆરપીએફે લખ્યુકે અમે અમારા શહીદોના પરિવારની સાથે છીએ. 
 
ઉલ્લેખનીય છે કે જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલાવરે 100 કિલોગ્રામ વિસ્ફોટકથી ફરેલ વાહન દ્વારા પુલવામાં જીલ્લામાં સીઆરપીએફ જવાનોને લઈને જઈ રહેલી એક બસમાં ટક્કર મારી દીધી. આ હુમલામાં 37 જવાન શહીદ થઈ ગયા અને અનેક ઘાયલ થઈ ગયા. ત્યારબાદ સીઆરપીએફે કાશ્મીર ઘાટી અને રાજ્યમાં અન્ય સ્થાનો પર પોતાના બધા પ્રતિષ્ઠાનોને અતિ સતર્કતા રાખવા માટે અલર્ટ રજુ કર્યુ છે. 

ઉલ્લેખનીય છે કે સીઆરપીએફના 2500થી વધુ જવાન 78 વાહનોના કાફલામાં યાત્રા કરી રહ્યા હતા.  ત્યારે શ્રીનગર જમ્મુ રાજમાર્ગ પર દક્ષિણ કાશ્મીરના અવંતીપુરાના લાતુમોડમાં ઘાત લગાવીને હુમલો કર્યો. મોટાભાગના જવાન રજા પરથી પરત ડ્યુટી પર આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ કે પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ આતંકવાદી સમુહના હુમલાની જવાબદરી લીધી છે. આ હુમલો શ્રીનગરથી લગભગ 20 કિલોમીટર દૂર થયો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર