જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે સંબંધ તોડવાનો બીજેપીનો નિર્ણય મિશન 2019ની રસ્તાના રોડાને દૂર કરવા માટે કર્યો છે. આ માટે છેલ્લા એક અઠવાડિયાથી પીએમ નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને સંઘમાં ટોચ સ્તર પર મંથન થયુ.
ઉલ્લેખનીય છે કે સંઘ બે વર્ષ પહેલાથી જ પીડીપી સાથે સંબંધ તોડવાના પક્ષમાં હતા. જો કે ત્યારે સરકાર અને પાર્ટીને પરિસ્થિતિ પોતના પક્ષમા કરી લેવાની આશા હતી. આ દરમિયાન સંઘર્ષ વિરામની જાહેરાત થયા પછી સેનાના જવાન ઔરંગઝેબ અને પત્રકાર શુજાત બુખારીની હત્યા અને આ પહેલા સેનાના અધિકારીઓ પર સોપિયા મામલે એફઆઈઆર કરવા જેવા મામલા સાથે ભાજપા-પીડીપીના સંબંધો ખરાબ થયા. આ જ કારણ છે કે કેન્દ્રએ રાજ્યની સીએમ મહેબૂબા મુફ્તીની ઈદ પછી પણ સંઘર્ષ વિરામ ચાલુ રકહવનઈ સલાહને ઠુકરાવી દીધો.
સૂત્રો મુજબ ગયા અઠવાડિયે સૂરજકુંડની સંઘની પોતાની અનુષાંગિક સંગઠન, ભાજપાના સંગઠન મંત્રીઓની બેઠકમાં આ વિષયમાં ઊંડી ચર્ચા થઈ. ગયા શુક્રવારે સંઘના વરિષ્ઠ અધિકારીઓએ પીએમને અહી ડિનર પર શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે પણ આ વિષય પર મંથન કર્યુ. ત્યારબદ પીએમ અને શાહ એ જુદા જુદા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ ચર્ચા કરી.
એવુ કહેવાય છે કે એનએસએ સહિત અન્ય એજંસીઓએ પણ જમ્મુકાશ્મીરમાં તત્કાલ સુધાર આવવાની શક્યતાને નકારી હતી. જમ્મુ-કાશ્મીરના સંગઠન મંત્રીએ પોતાની રિપોર્ટમાં બતાવ્યુ કે સરકારમાં સામેલ થવાની નકારાત્મક અસર સૂબાની પાર્ટીની જમ્મુની બે અને લદ્દાખની એક સીટ પર પણ પડી રહી છે. જ્યારે કે સંઘનો ફીડબેક હતો કે આની નકારાત્મક અસર દેશભરના સમર્થકો વચ્ચે પણ છે.