મોદીજીનો હાલ તો કોઈ વિકલ્પ દેખાતો નથી, 2019માં પણ મજબૂત સ્થિતિ..

શુક્રવાર, 18 મે 2018 (16:02 IST)
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીનો વિજ્ય રથ રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. એક એક કરીને 21 રાજ્યોમાં ભાજપા અને એનડીએની સરકાર છે. આ રીતે દેશના મોટાભાગમાં ભાજપા અને તેના સહયોગી દળોનો કબજો છે. મોદીની વધતી લોકપ્રિયતા પર હવે તો પશ્ચિમી જગતે પણ પોતાની મોહર લગાવી દીધી છે. જેના મુજબ 2019માં પણ મોદીનો વિકલ્પ દૂર દૂર સુધી દેખાતો નથી. 
 
બ્લૂમબર્ગ મીડિયા સમૂહ મુજબ નરેન્દ્ર મોદી ભારતના રાજનીતિક ક્ષિતિજ પર સંપૂર્ણ રીતે છવાય ગયા છે.  તેમનુ કહેવુ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી 2014માં કેન્દ્રની સત્તા પર બિરાજ્યા પછી એક પછી એક બીજા રાજ્યોમાં સતત જીતી રહી છે. 
 
જો આ રિપોર્ટનુ સાચુ માનવામાં આવે તો મોદી અને અમિત શાહની જુગલબંદી લાંબા સમય સુધી ચાલવાની છે. 
 
કમજોર અને વિખરાયેલો વિપક્ષ - મજબૂત વિપક્ષની કમીને કારણે 2024 પછી પણ તેમના સત્તામાં કાયમ રહેવાની ભરપૂર શક્યતા છે.  આ સમયે મોદીની ટક્કરનો કોઈ અન્ય નેતા હાજર નથી. નીતિશ કુમાર, મમતા બેનર્જી અને માયાવતી જેવા ક્ષત્રપ પણ મોદીની સામે ટકે એવા લાગતા નથી. 
 
અપાર લોકપ્રિયતા - રાજ્યોમાં સતત જીત અને પીએમ મોદીની અપાર લોકપ્રિયતાને કારણે 2019માં તેમનુ ચૂંટણી જીતવુ નિશ્ચિત લાગે છે. બેદાગ છબિ અને જનતા સાથે સીધો સંવાદને કારણે મોદી સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય છે. વિદેશોમાં પણ મોદીને સર્વસામાન્ય નેતાના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. 
 
મહત્વપૂર્ણ યોજનાઓ અને સારુ અમલીકરણ - નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે અનેક જનહિતૈષી યોજનાઓ શરૂ કરી છે. જેને જનતા પસંદ પણ કરે છે અને તેનાથી મોદી સરકારની સ્વીકાર્યતા પણ વધી. 
 
ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોઈપણ દેશને સ્થિતિનુ આકલન આર્થિક અને સૈન્ય આધાર ઉપરાંત તેના નેતાની તાકત, સ્વીકાર્યતા અને કાર્યકાળના અનુમાન પર લગાવવામાં આવે છે. જેટલુ લાંબુ કાર્યકાળ એટલા જ મજબૂત નેતાની સ્થિતિ માનવામાં આવે છે. 
 
આ કડીમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના બીજીવાર રાષ્ટ્રપતિ પદની શપથ લેવી અને રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ચોથીવાર રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા પછી આંતરરાષ્ટ્રીય જગતમાં એવી ચર્ચા છેકે બદલતા વૈશ્વિક પરિદ્રશ્યમાં કયો નેતા કેટલા દિવસ સુધી સત્તામાં રહીને દેશ અને દુનિયા પર પોતાનો પ્રભાવ નાખી શકે છે.  
 
દુનિયાના 16 નેતાઓમાં મોદી છઠ્ઠા સ્થાન પર - દુનિયાના તાકતવર નેતાઓના અવલોકન પછી બ્લૂમબર્ગ મીડિયા સમૂહના 16 નેતાઓનુ આકલન કર્યુ છે જે વૈશ્વિક દ્રષ્ટિએ 2020 પછી પણ ઘરેલુ મોર્ચા પર અજેય રહેવાની સાથે સાથે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દા પર મહત્વની ભૂમિકા ભજવવાને લીધે અસરકારક રહી શકે છે. 
 
બ્લૂમબર્ગના નેતાઓના સત્તામાં રહેવાના શક્યત સંભવિત અવધિના આધાર પર જ તેમની પસંદગી કરવામાં આવી છે.  આ 16 નેતાઓની યાદીમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠા સ્થાન પર છે. 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર