વધુ એક સપ્તાહ ગરમીનો પ્રકોપ, પારો 47.8 ડિગ્રીએ પહોંચશે, ગરમીથી ક્યારે મળશે રાહત

Webdunia
સોમવાર, 20 મે 2024 (08:33 IST)
Weather report- દિલ્હીમાં રવિવારે તીવ્ર ગરમી પડી હતી અને મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. નજફગઢ પ્રદેશ રાષ્ટ્રીય રાજધાની અને દેશમાં બંનેમાં સૌથી વધુ ગરમ રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં રાજસ્થાન તરફથી ગરમ પવન ફૂંકાઈ રહ્યો હોવાથી એક સપ્તાહથી ગરમીમાંથી કોઈ રાહત નથી.
 
હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે હાલ આકરી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. દિલ્હીમાં રેડ એલર્ટ જારી કરતા વિભાગે કહ્યું કે અહીં તાપમાન 28 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
 
હવામાન નિષ્ણાત  અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. જેમાં તેમણે 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ રહેશે તેવું કહ્યું છે. ત્યારબાદ  26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે
 
આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે, જો કે ગીર-સોમનાથ, અમરેલી, દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સાબરકાંઠા, પાટણ સહિતના 21 જિલ્લમાં ગરમીને લઇ સ્થિતિ ચિંતાજનક નથી
 

સંબંધિત સમાચાર

Next Article