Corona Update India - હજુ પણ કોરોનાથી મોતનો આંકડો ડરામણો, નવા કેસ એક લાખથી ઓછા પણ મોત 3400થી વધુ, જાણો શુ છે આંકડો

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (11:43 IST)
ભારતમાં કોરોનાના કેસ સતત ઘટતા જોવા મળી રહ્યા છે પણ મોતનો આંકડો ડરાવી રહ્યો છે.  વીતેલા એક દિવસમા 91,702 નવા કેસ મળ્યા છે. જ્યારે કે આ સમયગાળામાં 3,403 મોત થયા છે. ભલે કોરોનાના નવા કેસ છેલ્લા 4 દિવસથી 1 લાખથી ઓછા પર કાયમ છે, પણ મોતનો આ આંકડો ચિંતાજનક છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કોરોનાના નવા કેસની સંખ્યા ત્રણ લાખના નિકટ હતી ત્યારે પણ મોતનો આંકડો આ જ હતો. તેનથી જાણી શકાય છે કે ભલે કોરોના સંક્રમણ ફેલાવવાની ગતિ ઓછી થઈ ગઈ છે, પણ તેની મારક ક્ષમતા ખૂબ વધુ છે. 
 
જો કે આ વચ્ચે રાહતની વાત એ છે કે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી ઓછી થતા હવે 11,21,671 પર રહી ગઈ છે. છેલ્લા એક જ દિવસમાં સક્રિય મામલામાં 46,281 ની કમી જોવા મળી છે.  આ સતત ચોથો એવો દિવસ છે જ્યારે કોરોનાના નવા કેસની સંખ્યા 1 લાખથી ઓછી નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં  દેશમાં કોરોનાથી 2.77 કરોડ લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા એક દિવસમાં જ 1,34,580 લોકોએ કોરોનાને માત આપી છે. આ આંકડો નવા મળી રહેલા કેસોની સંખ્યાના દોઢ ગણાની નિકટ છે. . આ સિવાય સતત 29મા દિવસે નવા કેસની સંખ્યા રિકવર થયેલા કેસની સરખામણીમાં ઓછી છે.
 
મોતનાં આંકડાથી અલગ જોઈએ તો દેશમાં કોરોનાથી સતત રાહત મળી રહી છે. રિકવરી રેટ વધીને 94.93% થઈ ગયો છે. આ સિવાય વીકલી પોઝિટિવિટી રેટ પણ 5.14 ટકા રહી ગયો છે. ડેલી પોઝિટિવિટી રેટ પણ ઘટીને 4.49% રહી ગયો છે. આ સતત 18 દિવસથી 10 ટકાથી પણ ઓછો રહ્યો છે. દેશમાં ઝડપથી વધી રહેલા વેક્સીનેશન અને કોરોના પર કંટ્રોલ કરવા માટે લગાવવામાં આવેલ પ્રતિબંધોને કારણે સ્થિતિ સારી થઈ છે.  દેશમાં અત્યાર સુધીમાં 24.6 કરોડની વેક્સીન આપવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

Next Article