Corona Update India - બે મહિના પછી આવ્યા કોરોનાના સૌથી ઓછા કેસ, એક્ટિવ કેસ 2 લાખથી પણ નીચે

મંગળવાર, 1 જૂન 2021 (10:37 IST)
કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં જોરદાર તાંડવ મચાવ્યુ અને દરરોજ હજારોના જીવ લીધા. પણ આ દરમિયાન એક રાહતના સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના  1,27,510 નવા મામલા જોવા મળ્યા છે. છેલ્લા 2 મહિનામાં આ આંકડા પહેલીવાર આટલો નીચે ગયો છે.  મતલબ કોરોનાની ગતિ ધીમી પડવા માંડી છે. સક્રિય મામલાની વાત કરીએ તો આ આંકડો 18,95,520 પર છે.  43 દિવસોમાં આ પહેલીવાર છે જ્યારે સક્રિય મામલા 2 લાખથી નીચે જોવા મળ્યા છે. ફક્ત 24 કલાકમાં સક્રિય મામલામાં 1,30,572ની કમી આવી છે.  બીજી બાજુ 24 કલાકમાં 2795 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 3,31,895 થઈ ગઈ છે. 
 
સતત વધી રહ્યો છે રિકવરી રેટ 
 
દેશભરમાં અત્યાર સુધી 2,59,47,629 લોકો સંપૂર્ણ રીતે ઠીક થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,55,287 દર્દીઓ સાજા થયા. સતત 19 મા દિવસે જોવા મળ્યું કે દૈનિક નવા મામલાની તુલનામાં ઠીક થવાની સંખ્યા સતત વધી રહી છે. રિકવરી રેટ હાલ 92.09% પર છે અને સતત વધી રહ્યો છે. સાપ્તાહિક સંક્રમણની વાત કરીએ તો હાલમાં 8.64% છે.   આ સાથે, દૈનિક કોરોના સંક્રમણ દર 6.62% પર આવી ગયો છે
 
અત્યાર સુધી કોવિડ-19 વેક્સીનના 21.6 કરોડ ડોઝ લાગી ચુક્યા 
 
કોરોનાના કહેર વચ્ચે વેક્સીનેશનથી મોટી રાહત મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ -19 રસીના 21.6 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે 18-44 વર્ષના 12,23,596 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે 13,402 ને વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર