Corona India Update - કોરોનાથી મોતોએ તોડ્યો રેકોર્ડ, ફક્ત એક જ દિવસમાં નોંધાયા 6148 નવા કેસ, જાણો કેવી રીતે થયો એકદમ વધારો

ગુરુવાર, 10 જૂન 2021 (11:44 IST)
કોરોનાના નવા કેસોની ગતિ ભલે જ છેલ્લા ત્રણ દિવસમાં થોડી ઓછી થઈ ગઈ છે, પણ મોતના આંકડાએ ડરાવી દીધા છે. વીતેલા 24 કલાકમાં કોરોનાને કારણે 6148 લોકોના મોત નોંધાયા છે. આ આંકદો અત્યાર સુધીનો સૌથી વધુ છે. ભારતમાં કોરોનાના સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધી કોઈપણ દિવસે આટલી વધુ મોત થઈ નથી.  છેલ્લા એક દિવસમાં કોરોનાના નવા 94,052 કેસ મળ્યા છે. આ ઉપરાંત 1,51,367 લોકોને સાજા થઈને ઘરે પહોંચ્યા છે. આ રીતે જોવા જઈએ તો નવા કેસની તુલનામાં રિકવરી રેટ દોઢ ગણો છે. પરંતુ મૃત્યુ આંકે દહેશત ફેલાવી દીધી છે.  તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે કોરોનાને હજુ પણ હળવાશથી લઈ શકાતો નથી અને તે હજુ પણ કહેર મચાવી શકે છે.
 
જો કે, એક દિવસમાં કોરોનાથી થતાં મૃત્યુનો આ આંકડો એટલા માટે વધ્યો છે કારણ કે બિહારે તેના ડેટા રિવાઈઝ કર્યો છે. બિહારમાં કોરોનાથી થયેલા 3900 મોતના મામલાને પણ છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા કેસમાં જોડી દીધા છે. જેને કારણે આ આંકડો ખૂબ મોટો લાગે છે. જો બિહારના 3,900 કેસને અલગ કરીએ તો છેલ્લા એક દિવસમાં કોરોનાથી 2248 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત દેશમાં કુલ  એક્ટિવ કેસની સંખ્યા પણ ઝડપથી ઓછી થઈ રહી છે. હાલમાં ભારતમાં સક્રિય કેસની સંખ્યા 12 લાખથી ઓછી થઈને 11,67,952 પર આવી છે. 60 દિવસ પછી એક્ટિવ કેસની સંખ્યા નીચે આવી છે.
 
 સતત 28 દિવસમાં નવા કેસોના મુકાબલે વધુ રિકવરી 
 
છેલ્લા 24 કલાકમાં જ, સક્રિય કેસની સંખ્યામાં 63,463 નો ઘટાડો થયો છે. આ સિવાય આ સતત ત્રીજો દિવસ છે જ્યારે 1 લાખથી નીચે નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, નવા કેસોના મુકાબલે વધુ રિકવરી માટે આ 28 મો દિવસ છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2,76,55,493 લોકો રિકવર થયા છે. ભારતમાં કોરોનાથી રિકવરી રેટ  પણ વધીને 94.77% પર પહોંચી ગયો છે. 
 
દેશમાં 24 કરોડથી વધુ લાગ્યા ડોઝ, પોઝિટિવિટી રેટ પણ વધ્યો 
 
એટલુ જ નહી વીકલી પોઝિટિવિટી રેટ પણ હવે ઘટીને 5.43% જ રહી ગયો છે. ડેલી પોઝિટિવિટી રેટ તો હવે 5 ટકાથી પણ ઓછો થતા  4.69 ટકા પર આવીને થંભી ગયો છે.  આ દરમિયાન વેક્સીનેશના મોરચે પણ ભારતે મોટી સફળતા મેળવી છે. અત્યાર સુધી દેશમાં 24 કરોડ વેક્સીન લાગી ચુક્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર