Corona update India - દેશમાં કોરોનાએ આપી રાહત, 54 દિવસના નીચલા સ્તર પર કોરોનાના નવા કેસ, એક્ટિવ કેસ 18 લાખથી પણ નીચે

બુધવાર, 2 જૂન 2021 (11:20 IST)
Corona update India. દેશમાં કોરોનાની બીજી લહેરથી સતત રાહત મળી રહી છે. 2 જૂનના રોજ વીતેલા 24 કલાકમાં 1.32 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે કે આ સમયગાળામાં 2,31,456 લોકો રિકવર થયા છે.  જો કે મંગળવારની તુલનામાં આ આંકદો થોડો વધુ છે. કારણ કે ત્યારે 1.27 લાખ જ નવા કેસ મળ્યા હતા. આંકડાની તુલના કરીએ તો નવા કેસના મુકાબલે લગભગ બમણા લોકો રિકવર થયા છે. છેલ્લા એક દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1,01,875 ની કમી આવી છે. આ સાથે જ કોરોનાના સક્રિય મમાલા 18 લાખથી નીચે જતા 17,93,645ના લેવલ પર આવી ગયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી  2,61,79,085 લોકો રિકવર થઈ ચુક્યા છે. 54 દિવસ પછી પહેલીવાર આવુ થયુ છે. જ્યારે એક દિવસમાં આટલા ઓછા નવા કેસ નોંધાયા છે. 
 
આ સાથે જ સતત 20મા દિવસ પસાર થયો છે, જયારે નવા કેસની સંખ્યા રિકવર થનારા લોકોના મુકાબલે ઓછી આવી રહી છે. દેશમાં રિકવરી રેટ વધતા 
92.48%  થઈ ગયો છે, જ્યારે કે વીકલી પોઝિટિવિટી રેટ હવે 8.21 જ રહી ગયુ છે. ડેલી પોઝિટિવિટી રેટની વત કરીએ તો આ 6.57 ટકા જ રહી ગયો છે.  સતત 9 દિવસ સુધી આ આંકડો 10 ટકાથી ઓછો બની રહ્યો છે. આ દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં 21.85 કરોડ વેક્સીન લાગી ચુકી છે. આ ઉપરાંત 35 કરોડથી વધુની કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચુક્યુ છે. વેક્સીન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત તમામ રાજ્યોમાં પ્રતિબંધોને કારણે પરિસ્થિતિમાં પણ સુધારો થયો છે.
 
છેલ્લા 24 કલાકમાં  કોરોનાને કારણે  3,207 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મરનારાઓનો આંકડો વધતા 335,102 પર પહોંચી ગયો છે. છેલ્લા 4 અઠવાડિયાથી દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે, બે મહિનાના લાંબા સમય પછી, 1.27 લાખ નવા કેસ મળી આવ્યા હતા અને મોતનો આંકડો પણ 3 હજારથી નીચે આવીને 2,795 પર આવી ગયો હતો. પરંતુ બુધવારે થયેલો મામુલી વધારો એ તરફ સંકેત પણ આપ્યો છે કે કોરોનાની લહેર ધીમી પડી છે, પણ તેને લઈને બેદરકારી ન રાખવી જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર