જમ્મૂ કશ્મીરના પુલવામામાં આતંકી હુમલા 8 જવાન શહીદ

Webdunia
રવિવાર, 27 ઑગસ્ટ 2017 (09:55 IST)
કશ્મીરના પુલવામા આતંકીઓએ જિલ્લા પોલીસ લાઈન પર હુમલો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલામાં 8 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે, જ્યારે CRPFના 4 જવાન સહિત 5 લોકો ધાયલ થયા છે. આ અથડામણમાં બે આતંકીઓ પણ માર્યા ગયા છે. છેલ્લા 12 કલાકથી અથડામણ શરૂ છે. ત્યાં આતંકીઓ હોવાની વાત કહેવામાં આવી રહી છે.
 
ચાર પૈકીના સીઆરપીએફના બે જવાન ઓપરેશનનો અંત આવ્યો ત્યારે આતંકવાદીઓ દ્વારા મુકાયેલા બોંબને નિષ્ક્રિય કરતી વખતે શહીદ થયા હતા. ડીજીપી એસ. પી. વૈદ્યે જણાવ્યું હતું કે, સુરક્ષાદળો માટે આ પીડાદાયક દિવસ હતો, કારણ કે મોટી જાનહાનિ સહન કરવી પડી છે. ૨૦૧૭માં કાશ્મીરમાં થયેલો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. પાકિસ્તાનસ્થિત જૈશે મોહમ્મદ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સુરક્ષાદળોએ પોલીસલાઇન્સમાં રહેતા ૩૬ પરિવારોને સલામત બહાર કાઢી લેવાયા હતા.
 
પુલવામા જિલ્લામાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પુલવામામાં ત્રાસવાદીઓ સામેનું એન્કાઉન્ટર રોકવા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો સર્જાતાં ત્રણ લોકો જખ્મી થયાં હતાં.

સંબંધિત સમાચાર

Next Article