એક્ઝિટ પોલ - જાણો ક્યા કોણે કેટલી બેઠકો મળી શકે છે?

Webdunia
રવિવાર, 19 મે 2019 (20:43 IST)
મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં તારણ મુજબ, ભાજપ સરળતાથી સરકાર બનાવી શકશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત વડા પ્રધાન બનશે.
 
એક્ઝિટ પોલ મુજબ ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી શકે છે.પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને 16, ટીએમસીને 24 અને કોંગ્રેસને 2 સીટ મળી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં અહીંયા ભાજપને માત્ર 2 સીટ જ મળી હતી. મમતા બેનર્જીની ટીએમસીએ 2014માં 42માંથી 34 સીટ પર વિજય મેળવ્યો હતો.
    
- ABP ન્યૂઝ-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, કોગ્રેસને પંજાબમાં આઠ બેઠકો પર જીત મળી શકે છે. જ્યારે ભાજપ અને આપના ખાતામાં બે-બે અને અકાલી દળના હિસ્સામાં એક બેઠક આવી શકે છે. 2014ની સરખામણીએ કોગ્રેસને પંજાબમાં પાંચ બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે.
  
- છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી ભાજપને છ બેઠકો મળી શકે છે. કોગ્રેસના ખાતામાં પાંચ બેઠકો આવી શકે છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં ભાજપને વર્ષ 2014ની સરખામણીએ મોટું નુકસાન થઇ રહ્યું છે. ભાજપને અહીં ચાર બેઠકોનું નુકસાન થઇ રહ્યું છે જ્યારે કોગ્રેસને ચાર બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે.
   
- મધ્યપ્રદેશની 29 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસને 5 બેઠકો મળી શકે છે.
 
-  ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસને આ વખતે બે બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી.
 
-  મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવસેનાના ગઠબંધનને ભારે નુકસાન થઇ શકે છે. ભાજપ-શિવસેના અહી 34 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસના ખાતામાં 14 બેઠકો આવી શકે છે.
 
- દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપને મળી રહી હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે.
 
- ઉત્તરાખંડની પાંચ બેઠકોમાંથી ભાજપ ચાર બેઠક અને કોગ્રેસ એક બેઠક જીતી શકે છે.
= ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી ગઠબંધનને 56 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે ભાજપને 22 બેઠકો મળી શકે છે. કોગ્રેસને બે બેઠકો મળી શકે છે. પશ્વિમ ઉત્તર પ્રદેશની 27 બેઠકોમાંથી ગઠબંધનને 21 અને ભાજપને છ બેઠકો મળી શકે છે. અવધની 23 બેઠકોમાંથી ભાજપને સાત, કોગ્રેસને બે અને ગઠબંધનને 14 બેઠકો મળી શકે છે.
-  પૂર્વાચલની 26 બેઠકોમાંથી ભાજપને 8, કોગ્રેસને શૂન્ય ગઠબંધનને 18 બેઠકો મળી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article