Exit Poll LIVE - તમામ એક્ઝિટ પોલ મુજબ એક વાર ફરી મોદી સરકાર, જાણો કોને કેટલી સીટ મળશે ?

અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ. ચૂંટણીપંચે મીડિયા સાથેની વાતચીતમાં દેશની 542 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયાની જાહેરાત કરી.સાંજે છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે, હિમાચલ પ્રદેશમાં 66.28%, બિહાર 49.92%, મધ્ય પ્રદેશમાં 69.33%, પંજાબમાં 58.86%, ઉત્તર પ્રદેશમાં 54.46%, પશ્ચિમ બંગાળમાં 73.23%, ઝારખંડમાં 70.50% તથા ચંડીગઢમાં 63.57% ટકા મતદાન નોંધાયું હતું.
 
એક્ઝિટ પોલ અગાઉ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યુ હતું કે, ઇલેક્ટોરલ બોન્ડ, ઇવીએમથી લઇને ચૂંટણીનું શેડ્યુલ સુધી નમો ટીવી, મોદીની આર્મી અને હવે કેદારનાથનો ડ્રામા, ચૂંટણી પંચ મોદી સામે નતમસ્તક. ચૂંટણી પંચ પોતે ડરેલું છે, હવે વધુ નહીં.
  
: કોણ જીતશે? કોણ હારશે?  થોડીવારમાં જુઓ એક્ઝિટ પોલના પરિણામો લોકસભાની 543 સીટો માટે 7 ચરણોમાં થયેલા મતદાન સમાપ્ત થઈ ચુક્યુ છે. આ સાથે જ એક્ઝિટ પોલ આવવા પણ શરૂ થઈ ગયા છે. આવો જાણીએ જુદા જુદા એક્ઝિટ પોલ મુજબ કોને કેટલી સીટો મળશે અને કોની બનશે સરકાર



પોલ એજંસી   NDA        UPA  

        OTHERS
ટાઈમ્સ નાઉ – વીએમાઅર 306      132          104
એબીપી-સીવોટર 287      128          127
રિપબ્લિક ટીવી-સીવોટર   287  128   87 
ન્યૂઝ નેશન   282  118   130
 
 
ન્યૂઝ24-ટુડેસ ચાણક્યના ઍક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ+ને 52 બેઠક, કૉંગ્રસ+ને 2 તથા અન્યને 0 બેઠકો પ્રમાણે ભાજપ આગળ છે.
 
ન્યૂઝ24-ટુડેસ ચાણક્ય તબક્કાવાર આંકડા આપી રહ્યા છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર