લોકસભા ચૂંટણી 2019ના exit pollઅનુસાર ગુજરાતમાં પીએમ મોદીનો જાદુ કાય઼મ

Webdunia
રવિવાર, 19 મે 2019 (20:28 IST)
લોકસભાની 542 સીટ પર સાત તબક્કામાં 11 એપ્રિલથી 19 મે સુધી મતદાન થયું છે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગે પૂર્ણ થઈ ગયું છે. હવે તમામ એજન્સીના પોલ સર્વે અને એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે.
 
એબીપી-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસને આ વખતે બે બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી.
 
ગુજરાત
 
ભાજપ- 25-26
 
કૉંગ્રેસ- 00-01
 
અન્ય 00-00
 
કુલ બેઠક- 26
 
ગુજરાતમાં ABPના ઍક્ઝિટ પોલ્સ પ્રમાણે BJP આગળ
એબીપી-CSDSના સર્વે પ્રમાણે, ગુજરાતમાં ભાજપને 24 બેઠક મળવાનો અંદાજ છે.
 
ભાજપ+ 24
 
કૉંગ્રેસ+ 2
 
અન્ય 0 બેઠક
 
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં કુલ લોકસભાની 26 બેઠકો છે. આજતક-એક્સિસ માય ઇન્ડિયા એજેન્સી દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામના એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવી રહ્યા છે. આજતક-એક્સિસ માય ઇન્ડિયા એજેન્સી અનુસાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 25-26 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસ પાર્ટીને 0-1 સીટ મળી શકે છે. જોકે વર્ષ 2014ની વાત કરવામાં આવે તો ભાજપાને તે સમયે 26 સીટો મળી હતી અને કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. આ વખતે કોંગ્રસને 1 સીટનો ફાયદો થઇ શકે છે.
 

સંબંધિત સમાચાર

Next Article