સદનસીબે, ડ્રાઇવરે ધુમાડો નીકળતો જોયો કે તરત જ તેણે બસને રસ્તાની બાજુએ રોકી દીધી અને મુસાફરોને નીચે ઉતાર્યા. આ પછી આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને થોડી જ વારમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી. જોરદાર જ્વાળાઓ જોઈ મુસાફરોમાં ગભરાટનો માહોલ છે, કારણ કે જો મોડું થયું હોત તો તમામ જીવતા સળગી ગયા હોત, પરંતુ ડ્રાઈવરની બુદ્ધિમત્તાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. બધાએ પોતાનો જીવ બચાવવા માટે ડ્રાઈવરનો આભાર માન્યો. પોલીસે સ્થળ પર આવીને સ્થિતિને કાબુમાં લીધી હતી.