હોટલ જેવી બટેટા ફુલાવર વટાણા નુ શાક આ રીતે તૈયાર કરો

Webdunia
ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (16:05 IST)
gobi mix veg

બટેટા ફલાવર વટાણા નુ શાક
 
સામગ્રી
કોબીજ - 2 કપ
બટાકા - 3
વટાણા - 1 કપ
ડુંગળી - 2
ટામેટા - 2
દહીં- 1 ચમચી
લસણ-આદુની પેસ્ટ- 1 ચમચી
લીલા મરચા - 2
હળદર પાવડર - અડધી ચમચી
ધાણા પાવડર- 1 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
લાલ મરચું પાવડર - સ્વાદ મુજબ
જીરું - 1 ચમચી
લીલા ધાણા - ગાર્નિશ માટે
 
બનાવવાની રીત 
- એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. સૌપ્રથમ બટેટા ઉમેરો અને 4-5 મિનિટ માટે ફ્રાય કરો, પછી કોબી ઉમેરો અને તે હળવા સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો.
ALSO READ: વાર વાર તવા પર તૂટી જાય છે ચોખાના લોટના ચિલ્લા તો આ ટિપ્સથી બનાવો પરફેક્ટ
 
- હવે બધા મસાલા નાખો અને તેને શેકો . 
- તળેલા બટેટા અને કોબી ઉમેરો. વટાણા પણ ઉમેરો અને 2-3 મિનિટ સુધી હલાવતા રહો.
- અડધો કપ પાણી ઉમેરીને ઢાંકીને 10-12 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.
- જ્યારે શાક પાકી જાય અને પાણી લગભગ સુકાઈ જાય ત્યારે તેમાં ગરમ ​​મસાલો અને લીલા ધાણા નાખો. પછી હળવા હાથે મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- તમારું શાક તૈયાર છે, જેને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.

સંબંધિત સમાચાર

Next Article