What is the real story of Santa Claus - દર વર્ષે દુનિયાભરમાં અનેક લોકો 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ મનાવે છે. ક્રિસમસની રાત્રે સાન્તાક્લોઝ બાળકોને ભેટ આપે છે. ઉલ્લેખનીય છે કે ક્રિસમસ પર લોકો પ્રભુ યીશુનો જન્મદિવસ ઉજવે છે. આ લેખમાં અમે તમને બતાવીશુ કે છેવટે કેમ ક્રિસમસના તહેવાર પર સાંતા ક્લોસનો ઉલ્લેખ થય છે અને તેમની શુ સ્ટોરી છે.
જાણો ક્યારે બન્યા હતા પાદરી ?
સાંતા ક્લોસ પોતાના માતા-પિતાની મૃત્યુ પછીથી જ ખૂબ નાની વયમાં પાદરી બની ગયા હતા. એવુ માનવામાં આવે છે કે તેઓ સેંટ નિકોલસ સ્વભાવથી ખૂબ દયાળુ હતા અને બાળકો તેમણે ખૂબ પસંદ કરતા હતા અને આ કારણથી તેઓ બાળકોને ઘણા બધા ગિફ્ટ પણ આપતા હતા.
સાંતા ક્લૉસનુ ગામ
ઉલ્લેખનીય છેકે સાંતા ક્લૉસનુ ગામ બરફથી ઢલાયેલા ફિનલેંડમાં રોવાનિએમીમાં સ્થિત છે અને આ ગામ આખુ વર્ષ બરફથી ઢંકાયેલુ રહે છે. ઉલ્લેખનીય છે કે આ સ્થાન પર સાંતા ક્લોઝની ઓફિસ પણ છે અને અહી લોકો આજે પણ પોતા પોતાની ચિઠ્ઠીઓ મોકલે છે અને પછી આ બધી ચિઠ્ઠીઓને ઓફિસમાં ટીમ એકત્ર કરે છે અને પછી તે જે ઓફિસના મુખ્ય કર્મચારી હોય છે તે સફેદ દાઢી અને લાલ પોશાકમાં સાંતા ક્લૉસની વેશભૂષમાં આ ચિઠ્ઠીઓનો જવાબ પણ આપે છે. રોવાનિએમી આવનારા પર્યટકોને અહી ફોટો ક્લિક કરવાની અનુમતિ નથી હોતી.