Diwali na upay: દિવાળીની રાત્રે કરો આ 7 અચૂક ઉપાય, મળશે માતા લક્ષ્મીની કૃપા how to become rich

મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (00:47 IST)
Diwali ke upay: કારતક માસની અમાવસ્યાની રાત્રે દિવાળીનો તહેવાર ઉજવાશે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા થાય છે.  જો તમે કર્જથી મુક્તિ મેળવીને આર્થિક રૂપે સક્ષમ થવા માંગો છો તો આ દિવાળીની રાત્રે કરો જ્યોતિષના કેટલાક પરંપરાગત ઉપાય તેનાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનુ અજવાળુ ફેલાશે. જાણો આ 7 ઉપાય 
 
 
1. સાત મુખી દીવો - માતા લક્ષ્મીની કૃપા હંમેશા ઘર પર બની રહે આ માટે આપણે તેમની સામે સાત મુખવાળો દિવો પ્રગટાવવો જોઈએ. દિવામાં ઘી હોવુ જોઈએ. તેનાથી જલ્દી ધન લાભ થાય છે અને આર્થિક મામલે ઉન્નતિ થાય છે.  
 
2. ઝાડુના ઉપાય - આ દિવસે ઘરમાં નવી ઝાડુ ખરીદીને જરૂર લાવો અને સાથે જ એક ઝાડૂ મંદિરમાં પણ દાન કરવી જોઈએ.  તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને જાતકને દરિદ્રતાના જાળમાંથી મુક્ત કરે છે. 
 
3 પીળી કોડી - પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીઓને કેસર કે હળદરના પાણીમાં મિક્સ કરીને તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં મુકેલી તિજોરીમાં મુકો. આ કોડીઓ ધનલક્ષ્મીને આક્રર્ષિત કરે છે. 
 
4. મંગળ કળશ - એક કાંસા કે તાંબાના કળશમાં પાણી ભરીને તેમા થોડા કેરીના પાન નાખીને તેના મોઢા પર શ્રીફળ મુકી દો. કળશ પર કંકુથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવીને તેના ગળા પર નાડાછડી બાંધી દો અને પછી તેની વિધિવત સ્થાપના કરીને તેની પૂજા કરો.  આ ઉપાય ઘરમાં માતાના સ્થાઈવાસનો રસ્તો ખોલી નાખશે. 
 
5. ઉંબરાની પૂજા - દિવાળીની રાત્રે ઉંબરા પર સુંદર સાથિયો બનાવીને તેના ઉપર ચોખાનો ઢગળો કરો અને એ ઉંબરા પર પૂજા કરેલી સોપારી પર નાડાછડી બાંધીને તેને ચોખા પર મુકી દો. ત્યારબાદ આસપાસ દીવો પ્રજવલ્લિત કરીને તેની વિધિપૂર્વક પૂજા કરો. આ ઉપાયથી ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે અને ઘરમાં ક્યારેય  ધનની કમી રહેતી નથી. 
 
6. ચાંદીનો ઠોસ હાથે - વિષ્ણુ અને લક્ષ્મીને હાથી પ્રિય રહ્યો છે. તેથી ઘરમાં ઠોસ ચાંદીનો હાથી રાખવો જોઈએ. ઘરમાં ઠોસ ચા%દીનો હાથી મુકવાથી ઘરમાં શાંતિ રહે છે અને આ રાહુના કોઈપણ પ્રકારના ખરાબ પ્રભાવને થતા રોકે છે. 
 
 
7. દીપ દાન - દિવાળીની રાત્રે પૂજા ઘરમાં ગાયના દૂધનો શુદ્ધ ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ. તેનાથી તરત જ કર્જથી મુક્તિ મળે છે અને આર્થિક તંગી દૂર થાય છે.   દિવાળીની રાત્રે બીજો દિવો લક્ષ્મી પૂજા દરમિયાન દિવો પ્રગટાવો. ત્રીજો દિવો તુલસી પાસે, ચોથો દિવો દરવાજા પાસે, પાંચમો દિવો પીપળના ઝાડ પાસે, છઠ્ઠો દિવો કોઈ મંદિર પાસે, સાતમો દિવો કચરા મુકવાના સ્થાન પર, આઠમો બાથરૂમમાં, નવમો ગેલેરીમાં, દસમો દિવો દિવાલ પર , અગિયારઓ દિવો બારી પર, 12 મો દિવો અગાશી પર અને તેરમો દિવો ચાર રસ્તા પર.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર