Happy Diwali 2025 Wishes, Images, Status : દિવાળી 2025 શુભેચ્છા

સોમવાર, 20 ઑક્ટોબર 2025 (06:44 IST)
happy diwali

 
 
 
 
Happy Diwali 2025 Wishes, Images, Status:  દિવાળી જે પ્રકાશનો તહેવાર છે. આ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીને અંધકાર પર પ્રકાશ, અનિષ્ટ પર સારા અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક પણ માનવામાં આવે છે. આજે દરેક વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની શોધમાં ભક્તિભાવથી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, અને ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. જો કે, દિવાળી ફક્ત ધાર્મિક વિધિઓ અથવા દીવા પ્રગટાવવા વિશે નથી; તે ઘરને સજાવવા, ફટાકડા ફોડવા અને સૌથી અગત્યનું, પ્રિયજનો સાથે ખુશીઓ વહેંચવા વિશે છે. તેથી, આ શુભ દિવસે તમારા પ્રિયજનોને દિવાળીની શુભકામનાઓ આપવી યોગ્ય છે. તેથી, અમે તમારા માટે ખાસ દિવાળીની શુભેચ્છાઓ, ખાસ સ્ટેટ્સ અને WhatsApp, Instagram અને Facebook પર શેર કરવા માટે કેટલીક દિવાળીનાં ફોટા લાવ્યા છીએ.
happy diwali
1 આ દિવાળી તમારા ઘરમાં લક્ષ્મીનુ સ્વાગત થાય 
  ગણેશની કૃપાથી બધી મુશ્કેલીઓ દૂર થાય  
    શુભ દિવાળી હેપ્પી દિવાળી  
happy diwali
2. દિવાની રોશનીથી તમારુ જીવન ઉજ્જવળ થાય  
   મીઠાઈઓથી ભરપૂર દરેક ક્ષણ 
   તમારા પરિવારમાં ખુશીઓ લાવે  
   દિવાળીની શુભેચ્છા  
happy diwali
3. આ પવિત્ર પર્વ પર તમારા પરિવાર સાથે મળીને દિપ પ્રગટાવો 
    પૂજા કરો , અને સમૃદ્ધિનુ સ્વાગત કરો  
     શુભ દિવાળી  
happy diwali
4. સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટભયંકરિ  
   સર્વદુ:ખહરે દેવી મહાલક્ષ્મી નમોસ્સ્તુતે 
   દિવાળીની શુભકામનાઓ  
happy diwali
રંગબેરંગી રંગોળી અને સુંદર સજાવટથી તમારુ ઘર રોશન થાય 
   આ દિવાળી પર પ્રાર્થનામાં સૌને આશીર્વાદ મળે 
   દિવાળીની શુભકામનાઓ 
happy diwali
5. તમને આશીર્વાદ મળે ગણેશજીનો  
   વિદ્યા મળે સરસ્વતી પાસેથી   
   લક્ષ્મીજી પાસેથી મળે ધન   
   અને સૌની તરફથી મળે પ્રેમ 
   દિવાળીના શુભ અવસર પર આ જ પ્રાર્થના 
   Happy Diwali 2025 
   
happy diwali
6. પવિત્રતા અને સમૃદ્ધિનો આ તહેવાર 
    તમારા જીવનને રંગીન અને આનંદમય બનાવે 
   દિવાળીની હાર્દિક શુભેચ્છા 
    
happy diwali
 7. આ દિવાળી પર ભગવાન ગણેશ અને લક્ષ્મીનો આશીર્વાદ 
  તમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે  
   દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા 
    
happy diwali
8. તમારા ઘરમાં લક્ષ્મી ગણેશનો વાસ રહે  
  જીવનનુ અંધારુ દૂર થઈ જાય 
  દરેક ખુશી તમારા દરવાજા ખખડાવે 
  અને તમારા જીવનમાં ખુશીઓની મહેફીલ સજાય જાય  
   દિવાળીની હાર્દિક શુભેચ્છા 
happy diwali
9. રંગોળી અને દિવાથી સજાયેલા ઘરમાં 
   ભગવાન રામના આગમનની ખુશીઓ છવાય જાય  
    અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓની વર્ષા થાય  
    દિવાળીની મંગલમય શુભકામનાઓ   
happy diwali
10. મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે 
    ઘર ઘરમાં ખુશીઓ અને ઉલ્લાસ છવાય જાય 
    દિવાળીના દિવા તમારા જીવનને રોશન કરે 
    અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી બધી મનોકામના પૂરી થાય  
    હેપી દિવાળી .... શુભ દિવાળી 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર