Dussehra Wishes: આ દશેરા પર તમારા ફાફડા જેવા મિત્રોને જલેબી જેવી મીઠી શુભેચ્છા આપીને કહો હેપી દશેરા
બુધવાર, 1 ઑક્ટોબર 2025 (12:57 IST)
Dussehra Wishes Quotes, messages in Gujarati 2025: દશેરાનો તહેવાર ખરાબ પર સારાના વિજય અને નવા સંકલ્પોનો સંદેશ લાવે છે. આ શુભ પ્રસંગે તમારા પ્રિયજનોને શુભેચ્છાઓ, સંદેશાઓ અને ક્વોટ્સ સાથે ખુશી અને સકારાત્મકતા ફેલાવો.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે દર વર્ષે રાવણનું દહન કેમ કરીએ છીએ? તેનું વાસ્તવિક કારણ ફક્ત પુતળાનું દહન કરવાનું નથી, પરંતુ આપણી અંદર રહેલા દુષ્ટતાઓને દૂર કરવાનું છે: ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને અહંકાર. દશેરા 2025 આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દુષ્ટતા ગમે તેટલી શક્તિશાળી હોય, સારાનો હંમેશા વિજય થાય છે.
આજકાલ, લોકો તહેવાર પહેલા જ તેમના પ્રિયજનોને શુભેચ્છાઓ મોકલે છે, તો તમે પણ તમારી ફેમીલી અને મિત્રો ને Happy Dussehra 2025, Wishes, Quotes અને Messages ગુજરાતીમાં મોકલીને તમારા પરિવાર અને મિત્રોના ચહેરા પર સ્મિત લાવો.
Happy Dussehra 2025
1. વીરતાનો વૈભવ
શોર્યનો શણગાર
પરાક્રમની પૂજા
ક્ષત્રિયોનો તહેવાર એટલે દશેરા..
હેપી વિજયાદશમી
Happy Dussehra 2025
2. રાવણ બળ્યો અહંકાર બળ્યો
બુરાઈનુ દરેક નિશાન બળ્યુ
દરેક દિવસ ઉજવો દશેરા જેવો ઉત્સવ
જીવનને ખુશ રાખવાનો નવો અવસર મળ્યો
Happy Dussehra 2025
Happy Dussehra 2025
3. થાય જીત સત્યની,
અને થાય છે અસત્યની હાર
આ સંદેશ બતાવે છે
દશેરાનો તહેવાર હોય છે ખાસ
Happy Dussehra 2025
Happy Dussehra 2025
4. રાવણ પર રામનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય
અસત્ય પર સત્યનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય
પાપ પર પુણ્યનો વિજય, અજ્ઞાન પર જ્ઞાનનો વિજય
એવા દશેરા અને વિજયાદશમીના પાવન પર્વની આપ સૌને શુભેચ્છા