Dussehra (Dasara) 2025 Date And Time, Vijayadashami Kyare Che : દેશના જુદા જુદા ભાગમાં વિજયાદશમી/દશેરાને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં દશેરા પર શસ્ત્રો પૂજા અને વાહન ખરીદવુ શુભ માનવામાં આવે છે.
આ વર્ષે, નવરાત્રીનો ત્રીજો દિવસ બે દિવસનો હોવાથી, લોકોમાં દશેરાની તારીખ અંગે મૂંઝવણ છે. ચાલો આ લેખ દ્વારા જાણીએ કે આ વર્ષે દશેરા કયા દિવસે ઉજવવામાં આવશે.
ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા અનુસાર, દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. દસમા દિવસે, દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી. ત્યારથી, આ દિવસને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને તે બુરાઈ અને અંધકાર પર સારા અને સત્યના વિજયનું પ્રતીક બની ગયું છે.
2025 માં દશેરા ક્યારે ઉજવવામાં આવશે?
વૈદિક કેલેન્ડર મુજબ, આ વર્ષે નવરાત્રીની દશમી તિથિ એટલે કે વિજયાદશમી 1 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 7.૦1 વાગ્યે શરૂ થશે. તે 2 ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે.
વાહન ખરીદવાનુ શુભ મુહુર્ત શરૂ - 2 ઓક્ટોબર ગુરૂવાર સવારે 09.13 વાગ્યાથી
વાહન ખરીદવાનુ શુભ મુહુર્ત સમાપ્ત - 3 ઓક્ટોબર શુક્રવાર સવારે 06.32 વાગ્યા સુધી