કોરોના વાઇરસનો કદાચ ક્યારેય અંત નહીં આવે- WHOની ચેતવણી

Webdunia
બુધવાર, 19 જાન્યુઆરી 2022 (13:59 IST)
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા 2022 સમિટમાં બોલતી વેળાએ વિશ્વ આરોગ્ય સંસ્થાના હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામ એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મિશેલ રયાને કહ્યું હતું કે કોરોના મહામારી સામે પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વનું રસીકરણ કરવાની જરુર છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આ વર્ષે કોરોના વાઇરસનો અંત નહીં આવે, કદાચ કોરોના વાઇરસનો ક્યારેય પણ અંત નહીં લાવી શકીએ
 
ભારતીય જનતા પાર્ટીએ યુપી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જો કે આ યાદીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનું નામ નથી. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી ચીફ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા નેતાઓના નામ છે.
 
 
રિસ્ક આધારિત અભિગમ અપનાવો
 
દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજબરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. આ તમામ વચ્ચે લોકોમાં એક સવાલ એ પણ થઇ રહ્યો છે કે શું કેસ વધી રહ્યા છે તો દેશમાં લોકડાઉનની સ્થિતિ ફરી નિર્માણ પામશે.?  કોરોનાની ત્રીજી લહેરમાં રોજના 2 લાખ કેસ નોંધાઇ રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચે રાહતના સમાચાર એ છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ છે કે ભારતમાં હાલ ફુલ લોકડાઉન લગાવવાની કોઇ જરુર નથી.
 
યુપી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકોની આ યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં બીજેપી યુપી ચીફ સ્વતંત્ર દેવ સિંહ, યુપી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સીએમ યોગી આદિત્યનાથ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહનું પણ નામ છે.
 
 
શું કહે છે WHO
 
 
WHOના ભારતના પ્રતિનિધિ રૉડ્રિકો એચ.ઑફ્રિને કહ્યુ કે દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે ફુલ લોકડાઉન અને ટ્રાવેલ બંધ કરવાની કોઇ જરુર નથી.
 
 
 જો ફરી લોકડાઉન લગાવવામાં આવે તો આર્થિક રીતે દેશને સૌથી મોટો ફટકો પડી શકે છે.  કોરોનાનું સંક્રમણ વધવાને કારણે જો વાહનવ્યવહાર બંધ કરવામાં આવે તો રોજી રોટી સંકટમાં આવી શકે છે.  જે ધ્યાનમાં રાખવુ  ખૂબ જરુરી છે.

સંબંધિત સમાચાર

Next Article