શહેરમાં નાના વરાછા વિસ્તારમાં મેટ્રો રેલની કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી. જેના કારણે બીજી ક્રેન પર સમગ્ર વજન આવી જતા બીજી ક્રેઇન ત્રાંસી થઈને ...
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમણે સુરતમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે
કોટેશ્વર ગામમાં મહાદેવનું મંદિર છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી મંદિરમાં હજારો શિવભક્તો દર્શન માટે આવી રહ્યાં છે. પરંતુ ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર માટે રસ્તો બંધ કરી દેવાયો છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી છે. આ યાત્રા દ્વારા ગુજરાતમાં દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે સંદેશો આપવાનો હેતુ છે.
ગુજરાતમાં આજથી મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ છે. જમાં દુર્ઘટના પીડિતો પણ જોડાયા હોવાનું કહેવાય છે. ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ આ યાત્રામાં જોડાવાના નથી.
ગુજરાતના રાજકોટમાં બાળકોનો એક પ્રિય મંદિર છે. આ મદિરમાં એવુ માનવમા આવે છે કે જીવંતિકા માતાનુ આ સ્થાન 150 વર્ષ જૂનુ છે. ત્યારે રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને ભોગમાં પાણીપુરી, પિઝા અને હોટડોગ ...
મોરબીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. વેપારી યુવાન તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે
ગુજરાતમાં નકલી કિન્નરો ભિક્ષા વૃત્તી કરતાં અનેક વખતે પકડાય છે. લોકોના ઘરમાં માસીબા બનીને ઘૂસી જાય છે અને ઘરમાં મેલી વિદ્યા છે એમ કહી વિધિ કરવાના બહાને સોનાના દાગીનાની લૂંટ ચલાવે છે. ત્યારે અમદાવાદમાં વેશ પલટો કરીને લોકોના ઘરમાં ઘૂસીને મેલી વિદ્યાના ...
ઉદ્ધાટનના છ મહિના બાદ સુરતના ખજોદસ્થિત સુરત ડાયમંડ બુર્સમાં અષાઢી બીજના દિવસે હલચલ જોવા મળી હતી. સુગમ સંગીતના તાલે મહેમાનોને આવકાર આપવામાં આવી રહ્યો હતો.
અસારવા વિસ્તારમાં અભિષેક-3 એસ્ટેટમાં આવેલા ઈલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાંની સાથે જ બેટરીઓ ધડાકા સાથે ફાટવા લાગી હતી, જેનાથી કાચ પણ તૂટ્યા હતા. આ ઘટનાથી આસપાસની દુકાનમાં લોકોમાં ભય ફેલાયો હતો.
ગાંધીનગર આજે (2 ઓગસ્ટ) 59 વર્ષ પૂર્ણ કરીને 60માં વર્ષમાં પ્રવેશ્યું છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી અહીં વિશેષ સુવિધાઓ છે એમાં કોઈ શંકા નથી.જોકે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો
સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે. એક રિલ્સ બનાવીને કોઈ પણ વસ્તુ વેચવા માટે લોકોને આકર્ષિત કરીને છે તકવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
શહેરમાં આજે બે યુવકોએ તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદીના પાણીના પ્રવાહમાં બંનેની શોધખોળ કરી હતી. ONGC બ્રિજ પર યુવક કારમાં યુવતી સાથે પહોંચ્યો હતો
સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થયા હોવાની ઘટના બની છે. આ ઘટના બનતાં જ સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. જેના કારણે ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે. સ્પાનમાં ગાબડાં પડતાં આખું તંત્ર દોડતું થઈ ગયું છે
અમદાવાદ શહેરમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબરપ્લેટ વાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં ...
ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વિના સંદેશ આપ્યો છે. તેમણે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી.
રાજ્યના હવામાન વિભાગ મુજબ આજે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારે નવ વાગ્યા સુધીમાં અડધો ઇંચ થી પણ ઓછો વરસાદ શહેરમાં ...