કોંગ્રેસની ન્યાય યાત્રામાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ નહીં જોડાય

શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (14:53 IST)
Guardians of Takshashila fire victims
ગુજરાતમાં આજથી મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ છે. જમાં દુર્ઘટના પીડિતો પણ જોડાયા હોવાનું કહેવાય છે. ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ આ યાત્રામાં જોડાવાના નથી. આ અગ્નિકાંડમાં 22 જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રામાં આ વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે, અમે કોઈ રાજકીય હાથો બનવા માગતા નથી. પાંચ વર્ષમાં રાહુલ ગાંધી સુરત ત્રણથી ચાર વાર આવી ગયા પણ અમને મળ્યા પણ નહોતા. જેથી હવે આ ન્યાયયાત્રામાં વાલીઓ જોડાશે નહીં.
 
ન્યાય યાત્રામાં તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ જોડાશે નહીં
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં પાંચ વર્ષ પહેલા ભાગની ઘટના બની હતી. જેમાં 22 જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ ગુનો નોંધીને 14 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ હાલ જામીન પર બહાર છે અને મૃતકોના વાલીઓ ન્યાય માટે લડી રહ્યા છે. આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વાલીઓ દ્વારા અને સરકાર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટ દ્વારા ના મંજૂર કરી દેવામાં આવી છે. વાલીઓએ કહ્યું હતું કે, કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નેતાઓએ અમારો સંપર્ક કર્યો છે. આ ન્યાય યાત્રામાં તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ જોડાશે નહીં. 
 
પીડિતોને ન્યાય અપાવવો હોય તો ખોટી રાજનીતિ બંધ કરો
વાલીઓએ મીડિયાને કહ્યું હતુંકે, અત્યાર સુધામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં ત્રણ-ત્રણ વાર આવીને ગયા તો પણ અમને મળવાનો સમય નહોતો? અત્યારે વાલીઓ ઉપર ફોન આવે છે કે, અમે તમને ન્યાય અપાવીએ. અમે વિપક્ષના નેતાને કહેવા માગીએ છીએ કે, અમારા બાળકોની લાશો ઉપર રાજનીતિ કરવાની બંધ કરો.અમે અત્યાર સુધી કોઈને અમારા બાળકો ઉપર રાજનીતિ કરવા દીધી નથી અને કરવા દઈશું પણ નહીં. પીડિતોને ન્યાય અપાવવો હોય તો ખોટી રાજનીતિ બંધ કરો. અમને ન્યાય અપાવવામાં સપોર્ટ કરો એ પછી પક્ષ હોય કે વિપક્ષ હોય. આજે અમે તક્ષશિલા આર્કેટ ખાતે એકઠા થયા છીએ અને ન્યાય માટે માગણી કરી રહ્યા છીએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર