બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી, બાળક સહિત બે પોઝિટિવ

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (15:05 IST)
ગુજરાતમાં એક પણ પોઝિટીવ કેસ ન હોય એવા જિલ્લાઓમાં શરૂ કરાયેલા ટેસ્ટીંગ દરમિયાન સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી બે પોઝિટિવ કેસ મળ્યા છે. જેમાં એક સુરતથી પાલનપુર ગયેલા અને ખેંચની બિમારી ધરાવતા બાળકનો તેમજ અન્ય એક વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડોદરાના કારેલીબાગમાં પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.  આ ઉપરાંત હોટ સ્પોટ અમદાવાદમાં વધુ તેર નવા કેસ શોધી શકાયા છે એની સાથે 76 વર્ષના ફેફસાંનીબિમારી ધરાવતા વૃધ્ધનું મોત થયુ છે. આ સાથે અમદાવાદમાં કુલ કેસ 295 થયા છે અને મૃત્યું આંક 13 થયો છે. આ સિવાય કોરોનાગ્રસ્ત આણંદ અને વડોદરામાં એક એક કેસ તથા સુરતમાં પાંચ નવા કેસ મળ્યા છે.ગઈકાલે રાત્રે વડોદરામાં 27 વર્ષના યુવાનનું મોત થયું છે તે યુવાન ડેંન્ગ્યુ થયો હતો. એના પિતા અને કાકાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડેંગ્યુને લીધે યુવાનની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઇ હોવાથી તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આમ, રાજ્યમાં કુલ પોઝેટીવ કેસ વધીને 538 થયા છે જેમાં 461 સ્ટેબલ અને ચાર વેન્ટીલેટર પર છે. 26 વ્યક્તિના મૃત્યું થયા છે. બીજી તરફ આજે વધુ ત્રણ વ્યક્તિ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે જેની સંખ્યા 47 થઈ છે.

સંબંધિત સમાચાર

Next Article