Chandrayaan-3: ચંદ્રયાન-3 ઇતિહાસ રચવાની નજીક, વિક્રમ લેન્ડર અલગ થવા તૈયાર

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (10:48 IST)
ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રની ચોથી કક્ષામાં પહોંચાડી દીધું છે. હવે ચંદ્રયાન લગભગ 150 કિમી x 177 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. ઈસરોએ 14 ઓગસ્ટની સવારે લગભગ પોણા બાર વાગ્યે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા. લગભગ 18 મિનિટ સુધી એન્જિન ચાલુ કરાયા હતા.


ISRO દ્વારા કહેવામાં આવ્યું હતું કે લેન્ડર 17 ઓગસ્ટની સવારે અલગ થઈ જશે. જે બાદ હવે પ્રોપલ્શન મોડ્યુલ અને વિક્રમ લેન્ડર અલગ થવા માટે તૈયાર છે. એટલે કે હવે ચંદ્ર પર ભારતના ચંદ્રયાન-3નું ઉતરાણ થોડા જ દિવસો દૂર છે.

સંબંધિત સમાચાર

Next Article