ચંદ્રયાન-3: લેન્ડિંગની તારીખ અને સમય જાહેર

મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (11:42 IST)
ચંદ્રયાન-3: લેન્ડિંગ - ચંદ્રયાન-3ની સ્થિતિ પર અપડેટ આપતાં ઈસરોના ચેરમેન એસ સોમનાથે સોમવારે કહ્યું કે, ચંદ્રયાન સારી હાલતમાં છે અને હાલ પૂરતું બધુ બરાબર ચાલી રહ્યું છે. બધું સારુ રહ્યું તો ચંદ્રયાન 23 ઓગસ્ટના સાંજના 5.47 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
 
 ઇસરોની સૌથી મોટી સફળતા સમાન ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું છે. આ મિશન અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે. જે અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા પાડવામાં આવી છે. 
 
ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિકો સહિત સમગ્ર દેશને આ મિશનથી ઘણી આશાઓ છે.ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 ચંદ્રની આર્બિટમાં દાખલ થઈ ગયું છે. શનિવારે સાંજે તેણે આ પડાવ સફળતા પૂર્વક સર કર્યો હતો.  ત્યાર બાદ હવે ઇસરોએ ચદ્રનો પહેલી તસવીર અને વિડીયો શેર કર્યો છે. હવે અપેક્ષિત છે કે ચંદ્રયાન 3 આ મહિનાની 23 તારીખ સુધી ચંદ્રના પૃષ્ઠભાગ પર સોફ્ટ લેન્ડિગ કરશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર