HBD Anupam Kher: જ્યારે મહેશ ભટ્ટને અનુપમ ખેરે આપ્યો હતો શ્રાપ, કરિયરની પહેલી ફિલ્મ માટે કરવો પડ્યો હતો ખૂબ જ સંઘર્ષ

Webdunia
ગુરુવાર, 7 માર્ચ 2024 (11:44 IST)
HBD Anupam Kher: - અભિનેતા અનુપમ ખેરની ગણતરી ઈંડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાં થાય છે. અનુપમે પોતાના અભિનયથી દર્શકોમાં ખાસ સ્થાન બનાવ્યુ અને ચાર દસકાથી વધુ સમયથી ઈંડસ્ટ્રીમાં સતત સક્રિય છે. પણ અહી સુધી પહોચવુ તેમને માટે સહેલુ નહોતુ. અનુપમે આ સફળતાને મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો અને ઈંડસ્ટ્રીના દિગ્ગજોમાં સામેલ થયા. આજે અનુપમ ખેર પોતાના 69મો જનમદિવસ ઉજવી રહ્યા છે. ચાલો તમને અનુપમ ખેરના જીવન સાથે જોડાયેલ સંઘર્ષ અને સફળતાની સ્ટોરી બતાવીએ. 
 
અનુપમ ખેરનો જન્મ આજના જ દિવસે વર્ષ 1955 શિમલામાં થયો હતો. અનુપમના પિતા પુષ્કરનાથ એક કાશ્મીરી પંડિત હતા જે વ્યવસાયે કલર્ક હતા. અનુપમ ખેરનો શરૂઆતનો અભ્યાસ શિમલામાં જ થયો. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દિલ્હીથી પોતાનુ ગ્રેજ્યુએશન કર્યુ અને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ જતા રહ્યા. કરિયરના શરૂઆતના સમયમાં તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. 
 
એક ઈંટરવ્યુમાં અનુપમે બતાવ્યુ હતુ કે પોતાના શરૂઆતના સમયમાં તે રેલવે સ્ટેશન પર સૂતા હતા. જો કે અનુપમે ક્યારેય પોતાના માતા-પિતાને આ વાત બતાવી નહોતી. કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમને દુ:ખ થાય ખૂબ સંઘ્હર્ષ કર્યા બાદ અનુપમ ખેરને ફિલ્મ સારાંશ મળી. આ ફિલ્મમાં અનુપમે એક વૃદ્ધ પિતાન રોલ ભજવ્યો હતો, જ્યારે કે એ સમયે તેઓ માત્ર 28 વર્ષના હતા. જો કે અનુપમે ઈંટરવ્યુમાં આ ફિલ્મ સાથે જોડાયેલ એક કિસ્સો સંભળાવ્યો હતો.  અનુપમે જણાવ્યુ હતુ કે જ્યારે તેમણે આની તૈયારી શરૂ કરી હતી ત્યારે અચાનક મહેશ ભટ્ટે તેમને આ ફિલ્મમાંથી કાઢીને સંજીવ કુમારને કાસ્ટ કરી લીધા હતા. જેનાથી અનુપમે ખૂબ ખરાબ લાગ્યુ અને તેઓ મુંબઈ છોડીને જવાની તૈયારી કરી ચુક્યા હતા. 
 
 આ વાત અનુપમને એટલી ખરાબ લાગી હતી કે તેમણે મુંબઈ છોડતા પહેલા મહેશ ભટ્ટને ખરુ ખોટુ સંભળાવવા તેમના ઘરે ગયા હતા. અનુપમ ખેરે ઈંટરવ્યુમાં જણાવ્યુ હતુ તેમણે મહેશ ભટ્ટને કહ્યુ હતુ કે તમે સત્ય પર ફિલ્મ બનાવી રહ્યા છો, પણ તમારા જીવનમાં સચ્ચાઈ નથી.  હુ બ્રાહ્મણ છુ તમને શ્રાપ આપુ છુ. આ સાંભળીને મહેશ ભટ્ટ નવાઈ પામ્યા અને તેમણે અનુપમ ખેરને રોકી લીધા. ત્યારબાદ સારાંશનુ શૂટિંગ શરૂ થયુ અને ફિલ્મ હિટ રહી. 
 
સારાંશ પછી અનુપમ 'કર્મ', 'તેઝાબ', 'રામ લખન', 'દિલ', 'સૌદાગર' અને 'હમ આપકે હૈ કૌન' જેવી ફિલ્મોમાં અલગ-અલગ રોલમાં જોવા મળ્યા હતા. અનુપમે ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અનુપમે પોતાના કરિયરમાં અત્યાર સુધી 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અનુપમે કહ્યું હતું કે તે હજુ  25 વર્ષ કામ કરવા માંગે છે, એક એક્ટર તરીકે હજુ ઘણું કરવાનું બાકી છે.

સંબંધિત સમાચાર

Next Article